Thursday, April 25, 2024
Homeસ્પોર્ટ્સભારતનો અમદાવાદ ટેસ્ટમાં 10 વિકેટે યાદગાર વિજય

ભારતનો અમદાવાદ ટેસ્ટમાં 10 વિકેટે યાદગાર વિજય

આર.અશ્વિને ઝડપી 400 વિકેટની સિધ્ધિ પ્રાપ્ત કરી

- Advertisement -

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2 દિવસની અંદર પતી ગઈ. આ ભારતમાં રમાયેલી બોલના માર્જિનથી સૌથી ટૂંકી ટેસ્ટ હતી. આ મેચ 842 બોલમાં સમાપ્ત થઈ, આ પહેલાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2019માં કોલકાતા ટેસ્ટ 968 બોલમાં સમાપ્ત થઈ હતી. પિચની ચારેકોર ટીકા થઈ રહી છે. આ અંગે BCCIના પૂર્વ પિચ ક્યુરેટર ધીરજ પરસાણાનું શું કહેવું છે ? તે અત્રે જોઇએ. તેમણે કહ્યું કે- આ પિચને ગુડ, બેડ અને પૂઅરમાંથી રેટ કરવાની હોય તો હું વેરી પૂઅરનું રેટિંગ આપીશ. મેં આટલી ખરાબ પિચ ક્યારેય નથી જોઈ કે મેચ 2 દિવસ પણ ન ચાલે.

- Advertisement -

પરસાણાએ કહ્યું કે, હું માનું છું કે ઇંગ્લેન્ડની ટીમ પિચ અંગે કમ્પ્લેન કરશે. મેચ રેફરીએ ગેમ પછી મેચ રિપોર્ટ લખવાનો હોય છે. જેમાં પિચ અંગે માહિતી આપવાની હોય છે. જો કોઈ ટીમ કમ્પ્લેન કરે તો રેફરીએ લખેલો રિપોર્ટ ICCને ફોરવર્ડ કરવામાં આવે છે. તે પછી ICC રેફરીના સૂચનના આધારે નિર્ણય લઈ છે. કમ્પ્લેન ન થાય તો પણ રિપોર્ટ તો લખવાનો જ હોય છે. મેચ 2 દિવસમાં સમાપ્ત થઈ હોવાથી રેફરીએ બિગ કોલ લઈને ડિટેલમાં લખવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે પૂઅર પિચને 2 ડિમેરિટ પોઇન્ટ મળે છે. કોઈ ગ્રાઉન્ડને 5 વર્ષના પીરિયડમાં 5 ડિમેરિટ પોઇન્ટ મળે તો તેને એક વર્ષ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ હોસ્ટ કરવા માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

પરસાણાએ કહ્યું કે, પિચ બરાબર નહોતી. આપણે જોયું કે બંને ઇનિંગ્સમાં રોહિત બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પિચ બેટિંગ ફ્રેન્ડલી લાગતી હતી કારણકે રોહિત ટેક્નિશિયન છે. એ પોતાનું ક્રિકેટ મુંબઈમાં રમ્યો છે, જ્યાં રેડ સોઈલનો ઉપયોગ થાય છે. રોહિતને ખબર છે આવી પિચ પર વેઇટ કરીને કેવી રીતે રમાઈ છે. તે લેંથને પણ સારી રીતે માપી લે છે. પણ પિચની વાત કરીએ તો સ્પિન ફ્રેન્ડલી હોય તો પણ 3-4 દિવસ તો ચાલવી જોઈએ. રોહિતની ઇનિંગ્સ બાદ કરીએ તો અન્ય કોઈ ભારતીય બેટ્સમેન સારો દેખાવ કરી શક્યો નહોતો.

- Advertisement -

પોતાના જમાનામાં ફાસ્ટ બોલિંગની સાથે સ્પિન નાખવા માટે પણ જાણીતા પરસાણાએ કહ્યું કે, ટર્નિંગ ટ્રેક પર ઇંગ્લિશ બેટ્સમેન ફ્રન્ટફૂટ પર રમીને ફસાયા હતા. બેકફૂટ પર રમત તો ટાઈમ મળત શોટ એડજસ્ટ કરવા માટે. પરંતુ અક્ષર પટેલને પણ ક્રેડિટ આપવી જોઈએ. તેણે ટર્નિંગ ટ્રેક પર સીધા બોલ નાખ્યા. ટર્નિંગ ટ્રેક પર બેટ્સમેન મૂંઝાઈ જતા હોય છે કે કયો બોલ સીધો આવશે અને કયો ટર્ન કરશે. આપણે જોયું કેવી રીતે ઘણા ઇંગ્લિશ બેટ્સમેન સીધેસીધા બોલમાં LBW થયા. ટર્નિંગ ટ્રેક પર સીધો રહે એ બોલ નાખવો બહુ અઘરો હોય છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના ઇતિહાસમાં એવું પહેલીવાર થયું કે, ટેસ્ટની ત્રીજી અને ચોથી ઇનિંગ્સમાં માત્ર સ્પિનર્સે બોલિંગ કરી હોય.

1982માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા ખાતેની પ્રથમ મેચ 2.5 દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. આ એ જ મેચ હતી જેમાં કપિલ દેવે 9 વિકેટ લીધી હતી અને સુનિલ ગાવસ્કરે 92 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમ છતાં ભારત હાર્યું હતું. પરસાણાએ કહ્યું કે, એ વર્જિન પિચ પર ગુડ લેંથ અને શોર્ટ ઓફ ગુડ લેંથ પાસે એક સ્પોટ બની ગયો હતો. જ્યાં બોલ પિચ કરવામાં આવે તો બેટ્સમેન માટે રમવું અશક્ય હતું. તેમ છતાં એ પિચ અત્યારે રમાયેલી મેચ કરતાં સારી હતી.

- Advertisement -

પરસાણાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 22.24ની એવરેજથી 320 વિકેટ લીધી હતી તેમજ 26.54ની એવરેજથી બેટિંગ કરતાં 2946 રન પણ કર્યા હતા. તેઓ સૌરાષ્ટ્ર અને ગુજરાત બંને માટે રમ્યા હતા. તેઓ બંને તરફ બોલને સ્વિંગ કરાવી શકતા હતા અને જરૂર પડે તો લેફ્ટ-આર્મ ઓફ સ્પિન પણ નાખતા હતા. તેમણે 18 વર્ષના થયા પહેલાં જ ડેબ્યુ કર્યું હતું. તેઓ દેશ માટે બે ટેસ્ટ પણ રમ્યા હતા.

ડરહામ કાઉન્ટી સાથેનો તેમનો અનુભવ પણ બહુ સારો રહ્યો હતો. 1982માં ટીમ ચેમ્પિયન બની હતી. તેમણે 25.88ની એવરેજથી 233 રન કર્યા હતા અને 17.66ની એવરેજથી 60 વિકેટ લીધી હતી. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના હોલ ઓફ ફેમમાં સ્થાન ધરાવે છે. 2018માં તેમણે પિચ-કયુરેટર તરીકે નિવૃત્તિ લીધી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular