ભારતીય પર્યટક હવે વિઝા વિના ઈરાનની યાત્રા કરી શકશે. ઈરાને ભારતીય યાત્રીઓ માટે મુકત વિઝા નીતીની જાહેરાત કરી છે. ઈરાની દૂતાવાસે જણાવ્યું હતું કે ભારતીય નાગરીકો માટે 4 ફેબ્રુઆરીએ ચાર શરતો સાથે વિઝા-મુકત પ્રવેશ શરૂ કરી દીધો છે.આ વિઝા-મુકત પહેલથી લોકો વચ્ચે સંપર્ક વધવા અને ઈરાન અને ભારત વચ્ચે પર્યટનને પ્રોત્સાહન મળવાની આશા છે. સામાન્ય પાસપોર્ટ રાખનારી વ્યકિતઓને હવે વિઝા વિના ઈરાનમાં પ્રવેશની મંજુરી મળશે પણ તેમાં કેટલાંક પ્રતિબંધ પણ રહેશે. ઈરાનમાં વિઝા વિના એકવાર જવા દેવાયા બાદ બીજી વાર 6 મહિના બાદ જવા દેવામાં આવશે.આ સિવાય નવા નિયમ અંતર્ગત 15 દિવસ વિઝા વિના ઈરાનમાં રહી શકાય છે. આ 15 દિવસના વિઝા વિના ઈરાનમાં રહી શકાય છે.આ 15 દિવસના સમય ગાળાને વધારી નહિ શકાય. વિઝા એ લોકોને મળશે જે ઈરાનમાં પર્યટનના ઉદેશથી જાય છે.જો કોઈ ભારતીય નાગરીક લાંબા સમય માટે ઈરાનમાં રહેવાની યોજના બનાવે છે કે 6 મહિનામાં અનેકવાર આવવા-જવા ઈચ્છે છે તો તેણે અલગથી સંબંધિત વિઝા લેવા પડશે.