સ્મૃતિ મંધાનાના અણનમ 80 રનની મદદથી ભારતીય મહિલા ટીમે બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવી શ્રેણી 1-1થી સરભર કરી છે. કેપ્ટન મિતાલી રાજની આ 310મી ઈન્ટરનેશનલ મેચ હતી. ઈંગ્લેન્ડની શાર્લેટ એડવર્ડ (309)ને પાછળ મુકી તે સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનારી મહિલા ક્રિકેટર બની છે. પ્રથમ રમતા દ.આફ્રિકાએ 157 રન બનાવ્યા હતા. મેન ઓફ ધ મેચ ઝુલન ગોસ્વામીએ 4 વિકેટ સાથે વન ડેમાં 4 વિકેટ લેનારી ત્રીજી મહિલા ખેલાડી બની છે. ભારતે 29મી ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.
ભારતીય યુવાન બેટ્સમેન શેફાલી વર્મા મહિલા ટી20 બેટિંગ રેન્કિંગમાં એક સ્થાનના કૂદકા સાથે બીજા નંબરે આવી છે. તેના રેન્કિંગ પોઈન્ટ 744 થયા છે. ઓસ્ટ્રેલિયાની બેથ મૂની (748) ટોપ પર છે. ભારતની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના (693) 7મા અને જેમિમા (643) 9મા નંબરે છે. બોલિમાંગ દિપ્તી છઠ્ઠા, રાધા 8મા અને પુનમ 9મા નંબરે છે.