ભારતીય નૌ સેનાના મુખ્ય વિદ્યુત પ્રશિક્ષણ સંસ્થાના ભારતીય નૌ સેના વાલસુરા ખાતે તા. 30 મે થી 21 જૂન સુધી આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માનવતા માટે યોગ કેન્દ્રિય વિચાર ઉપર આધારિત અનેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંજલિ યોગ સમિતિ જામનગરના યોગ કોચ દ્વારા મહિલાઓ અને બાળકો માટે એક મહિના સુધી યોગ સત્ર પણ યોજાયા હતા.
તાલિમાર્થીઓના બહુમુખી વિકાસ માટે યોગને નિયમિત તાલીમ કોર્ષમાં પણ સમાવેશ કરાયો છે. અઠવાડિયામાં એક વખત નિયમિત યોગ સત્રનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ, નૌ સૈનિકો તથા પ્રશિક્ષણઆર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
21 જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસ નિમિતે બે અલગ-અલગ સ્થળોએ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલસુરાના અંદાજિત 200 લોકોએ ભાગ લીધો હતો. જેમાં અધિકારીઓ, નૌ સૈનિક ડીએસસીના જવાન તથા પરિવારના સભ્યો જોડાયા હતા. યોગ સત્રની પૂર્ણાહુતિમાં ભારતીય નૌ સેના વાલસુરાના કમાન અધિકારી દ્વારા યોગ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
21 જૂન અંતર્ગત અઝાદીકા અમૃતમહોત્સવ વાલસુરા માં 1 મહિના ની યોગ શિબિર નું આયોજન પતંજલિ યોગ સમિતિ ના રાજ્ય કાર્યકારીની પ્રીતિબેન શુકલ દ્વારા કરવામાં આવેલ સવારે 6 થી 7 સાથે યોગ કોચ વિશાખા શુકલ અને મીનાબેનએ સેવા આપેલ હતી.