Sunday, December 28, 2025
Homeસ્પોર્ટ્સભારતીય પુરૂષ હોકી ટીમનું ગોલ્ડ મેડલનું સપનું તૂટ્યું, પીએમ મોદીએ જુસ્સો વધારવા...

ભારતીય પુરૂષ હોકી ટીમનું ગોલ્ડ મેડલનું સપનું તૂટ્યું, પીએમ મોદીએ જુસ્સો વધારવા કહ્યું કે…

સોનમ મલિક કુસ્તીમાં હારી ગઈ

ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કર્યા બાદ સેમીફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સેમી ફાઈનલમાં વિશ્વ ચેમ્પિયન બેલ્જીયમ ને ટીમ ઇન્ડિયા વચ્ચે રસાકસી ભરી સ્પર્ધા થઈ હતી. પરંતુ ભારતે 5-2થી હારનો સામનો કરવો પડ્યો છે. પુરુષ હોકી ટીમ પાસે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતવાનો ચાન્સ છે. તો બીજી તરફ ટોક્યો ઓલિમ્પિકના 12 મા દિવસે કુસ્તીબાજ સોનમ મલિક ફ્રી સ્ટાઇલ 62 કિલો વજન વર્ગમાં પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. 

- Advertisement -

ભારતીય પુરુષ હોકી ટીમના પરાજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમનો જુસ્સો વધારવા ટ્વીટ કર્યું કે જીત અને હાર તો જિંદગીનો ભાગ છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં આપણી ભારતીય મેન્સ હોકી ટીમે પોતાનું બેસ્ટ આપ્યુ. ભારતીય ટીમને આગામી મેચ અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. ભારતને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેચ બાદ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સાથે ફોન પર વાત પણ કરી છે. પીએમ મોદીએ ટીમના કેપ્ટનને આગામી મેચ માટે શુભકામનાઓ પાઠવી છે તથા ઓલિમ્પિકમાં અત્યાર સુધી કરેલા સારા પ્રદર્શનની પ્રશંસા પણ કરી છે. 

- Advertisement -

ભારતીય ટીમ 1972ના ઓલિમ્પિક બાદ પ્રથમવાર સેમિફાઇનલમાં પહોંચી હતી.  19 વર્ષની સોનમ મેચની શરૂઆતમાં આગળ ચાલી રહી હતી. પરંતુ બોલોરતુયાએ ફરી વાપસી કરીને સ્કોર 2-2 પર સરભર કર્યો. જો મંગોલિયન કુસ્તીબાજ ફાઇનલમાં પહોંચે તો સોનમને રિપેચેજ રાઉન્ડ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular