Saturday, September 14, 2024
Homeસ્પોર્ટ્સભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટમાં નહીં રમે

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટમાં નહીં રમે

- Advertisement -

ટીમ ઈન્ડિયાને અંતિમ ટેસ્ટ પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનાર ચોથી ટેસ્ટમાં રમી શક્શે નહીં. તે અંગત કારણોસર ટીમ માટે ઉપલબ્ધ રહેશે નહીં. બુમરાહે બીસીસીઆઇથી ચોથી ટેસ્ટ માટે ટીમથી રિલીઝ કરવાનો અનુરોધ કર્યો છે. બુમરાહના અનુરોધને બીસીસીઆઇ એ સ્વીકાર કરી લીધો છે. બીસીસીઆઇ એ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટી કરી છે.

- Advertisement -

આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટ્વીટ કરીને કહ્યું કે,’જસપ્રીત બુમરાહને ભારતીય સ્ક્વોડમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો છે. બુમરાહે અંતગ કારણોને લીધે ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રિલીઝ કરવાની વિનંતી કરી હતી, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.’

જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. જ્યારે બીજી મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular