Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં ખાનગી સેન્ટરમાં કોરોના વેક્સિનનાં ભાવ જાહેર કરાયા

ગુજરાતમાં ખાનગી સેન્ટરમાં કોરોના વેક્સિનનાં ભાવ જાહેર કરાયા

- Advertisement -

રાજ્યમાં પહેલી માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના પણ ગંભીર બીમારીઓ સાથેનાં લોકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવનાર છે. તે પહેલાં ગુજરાત સરકારે રાજ્યમાં ખાનગી અને સરકારી વેક્સિન સેન્ટરમાં કોરોના રસી અપાશે તે જાહેર કર્યું હતું. સરકારી સેન્ટરમાં વેક્સિન મફત આપવામાં આવશે. પણ ખાનગી સેન્ટરમાં આજે સરકારે રસીની કિંમત જાહેર કરી છે. ખાનગી સેન્ટરમાં કોરોનાની રસીનો એક ડોઝ 250 રૂપિયામાં આપવામાં આવશે. એટલે કે કોરોના વેક્સિનનો ભાવ 150 રૂપિયા છે અને ખાનગી સેન્ટર પર પ્રોસેસિંગ ફી 100 રૂપિયા રહેશે.

- Advertisement -

ભારત સરકારની સુચના મુજબ 1લી જાન્યુઆરી 2022 (અગામી વર્ષ)ની સ્થિતિએ 60 વર્ષથી વધુ વય ધરાવતા અને 45થી 49 વર્ષના પણ અન્ય રોગથી પિડાતા તમામ નાગરીકોને 1લી માર્ચ 2021થી વેક્સીન આપવામા આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, પીએમવાય અને મા યોજના તેમજ CGHS હેઠળની ખાનગી હોસ્પિટલોમાં પણ રસી આપવામાં આવશે. સરકારી દવાખાનાઓમાં રસી વિનામૂલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ.100 વહિવટી ખર્ચપેટે રજિસ્ટ્રેશનને તબક્કે લેવાશે અને 150 રૂપિયા રસીની રકમ અલગથી વસૂલાશે. બીજા તબક્કાના રસીકરણ માટે સરકારી અને ખાનગી મળીને અંદાજે 500 જેટલા સેન્ટર શરૂ થશે. તેમાં તબક્કાવાર વધારો થયા કરશે. રસીકરણ માટે દરેક નાગરીક રસીકરણના સ્થળે જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે અને કોવિન એપ્લીકેશન દ્વારા પણ ઓનલાઈન નોંધણી થઈ શકશે. વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાની જાણ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular