Sunday, December 22, 2024
Homeરાજ્યઓખામાં ઇન્ડિયન એરફોર્સ એસો. ગુજરાત દ્વારા મહિલાઓને સેલ્ફ તાલીમ અપાઈ

ઓખામાં ઇન્ડિયન એરફોર્સ એસો. ગુજરાત દ્વારા મહિલાઓને સેલ્ફ તાલીમ અપાઈ

- Advertisement -

ઓખા ખાતે ઇન્ડિયન એરફોર્સ એસોસિએશન ગુજરાત દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સ તેમજ સેનેટરી પેડ્સ વિશે માહિતી આપી નિઃશુલ્ક પેડ્સ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારકા ,આરંભડા, ઓખા અને બેટ એમ અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યો હતો .

- Advertisement -

આ કાર્યક્રમમાં અમદાવાદ થી પધારેલ રમેશભાઈ મહેંદીરતા,લતાબેન વાઘેલા, વર્ષાબેન બેરવા, દ્વારકા ના માજી સૈનિક પત્રામલભા માણેક, ગીતાબેન માંગલીયા, આલીબેન ગેડીયા, કૌશલ્યાબેન ફોફંડી,રક્ષાબેન જોષી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સેલ્ફ ડિફેન્સ અને પેડ્સ વિશેની વિસ્તૃત જાણકારી અમદાવાદ થી પધારેલ લતાબને વાઘેલા આપી હતી. તેઓ દિલ્હી માં પણ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત નું નામ રોશન કર્યું છે. જો ૫૦ થી ૬૦ મહિલાઓ સેલ્ફ ડિફેન્સ શીખવા તૈયાર થાય તો એ શીખવા માટે ઓખા આવશે તેમ લતાબેન વાઘેલા કરાટે સ્પેશ્યાલિસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનવવા ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ તેમજ તેમની ટીમ એ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular