Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સસૌથી મોટી જીત સાથે ભારતે ટી-20 શ્રેણી જીતી

સૌથી મોટી જીત સાથે ભારતે ટી-20 શ્રેણી જીતી

શુભમન ગીલે મેદાનની ચારેકોર ફોર-સિક્સનો વરસાદ કરી ફટકાર્યા 126 રન, બન્યો મેન ઓફ ધ મેચ : હાર્દિક પંડયા મેન ઓફ ધ સિરીઝ

- Advertisement -

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ભારત અને ન્યુઝીલેન્ડ ટી-20 શ્રેણીના અંતિમ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ 168 રનથી પરાજય આપી પોતાનો ટી-20નો અત્યાર સુધીનો સૌથી મોટો વિજય પ્રાપ્ત કરવા સાથે શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતીય કેપ્ટન હાર્દિક પંડયાને તેના ઓલરાઉન્ડ પર્ફોમન્સ માટે મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. જયારે ધમાકેદાર સદી ફટકારનાર શુભમનગિલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય સફળ થયો છે. શુભમન ગીલની ધમાકેદાર બેટીંગના કારણે ભારતે ન્યુઝીલેન્ડ સામે મજબુત રન બનાવવા સફળ થયું હતું. શુભમન ગીલે આ મેચમાં 63 બોલમાં 7 સિક્સ અને 12 ફોર ફટકારી 126 રને અણનમ રહ્યો હતો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન કરી ન્યુઝીલેન્ડને જીતવા 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો.ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા 17 બોલમાં 30 રન બનાવી મિશેલ સેન્ટનરની બોલીંગમાં માઈકલ બ્રેસવેલને કેચ આપી બેઠો હતો. હાર્દિક પંડ્યા અને શુભમન ગીલ વચ્ચે 100થી વધુ રનની પાર્ટનરશીપ થઈ હતી.

- Advertisement -

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી સિરીઝની ત્રીજી અને છેલ્લી ટી-20 મેચમાં ભારતીય ખેલાડી શુભમન ગીલે ધમાકેદાર બેટીંગ કરી સદી પૂરી કરી છે. ગીલે તેની ટી-20 કેરિયરની પ્રથમ ટી-20 સદી ફટકારી છે. શુભમન ગીલે 54 બોલમાં 6 સિક્સ અને 10 ફોર ફટકારી સદી પુરી કરી હતી. રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 3 સિક્સ, 4 ફોર સાથે 44 રન ફટકારી ઈશ સોઢીની ઓવરમાં કેચ આઉટ થયો છે. તો સૂર્યકુમાર યાદવ 13 બોલમાં 2 સિક્સ અને 1 ફોર સાથે ધમાકેદાર 24 રન કરી બ્લેર ટિકનરની બોલિંગમાં માઈકલ બ્રેસવેલને કેચ આપી બેઠો હતો.

ન્યૂઝીલેન્ડ 12.1 ઓવરમાં 66 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાના બોલર્સે શાનદાર બોલિંગ કરી હતી. હાર્દિક પંડ્યાએ 4 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ, શિવમ માવી અને ઉમરાન મલિકને 2-2 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ડેરિલ મિચેલે 35 રન બનાવ્યા હતા. આ પછી સેક્ધડ હાઇએસ્ટ રનસ્કોરર કેપ્ટન મિચેલ સેન્ટનર હતો, તેણે 13 રન બનાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular