Thursday, January 2, 2025
Homeસ્પોર્ટ્સકાનપુર ટેસ્ટમાં ભારત જીતથી એક વિકેટ દુર રહી ગયું

કાનપુર ટેસ્ટમાં ભારત જીતથી એક વિકેટ દુર રહી ગયું

- Advertisement -

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી છે. આ રોમાંચક મેચના પાંચેય દિવસ બંને ટીમો વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો. ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં કીવી ટીમને જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કીવી ટીમે પાંચમાં દિવસના અંતે 9 વિકેટના નુકસાને 165 રન કર્યા હતા. આ મેચને ડ્રો કરાવવામાં ન્યૂઝીલેન્ડ ટીમના ડેબ્યૂટન્ટ ખેલાડી રચિન રવીંદ્રે 91 બોલ રમ્યા હતા, જ્યારે એજાઝ પટેલે 23 બોલનો સામનો કરી પોતાની વિકેટ બચાવી દીધી હતી. જેના પરિણામે આ મેચ ડ્રો રહી હતી

- Advertisement -

ન્યૂઝોલેન્ડને જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં 9 વિકેટ ગુમાવીને 165 રન કર્યા હતા. ખરાબ પ્રકાશના પગલે મેચને પૂર્ણ કરી દેવામાં આવી હતી. જેના પગલે ભારત જીતથી 1 વિકેટ દૂર રહી ગયું હતું. છેલ્લે એક વિકેટ ભારતીય ટીમ ન ચટકાવી શકતા ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય સ્પીનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી જ્યારે આર.અશ્ચિને 3 વિકેટ ઝડપી હતી.

ભારત અને ન્યુઝોલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ટીમ ઈન્ડિયાએ જીતની સુવર્ણ તક ગુમાવી દોધી. કાનપુરના ગ્રીન પાર્કમાં કિવી ટીમના છેલ્લા બેટ્સમેન રચિંન રવિન્દ્ર અને એજાઝ પટેલે અદ્ભુત સંયમ બતાવ્યો હતો અને છેલ્લી વિકેટ પડવા દોધી નહોતી.

- Advertisement -

ભારતના હાથમાંથી જીત સરકી ગઈ ન્યૂઝોલેન્ડે તેની બીજી ઇનિંગમાં 9 વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા, રચિન રવિન્દ્ર 18 અને એજાઝ પટેલ 2 રન બનાવી નોટઆઉટ રહ્યા હતા, જેના કારણે મેચ ડ્રો રહી હતી. ભારતીય બોલરોએ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ તેમની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યાં.

ભારતની બીજી ઇનિંગમાં શ્રેયસ અય્યરે ધમાકેદાર 65 રન બનાવ્યા હતા. વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધમાન સાહાએ અણનમ 61 રન બનાવ્યા હતા. અશ્ચિને મુશ્કેલ સ્થિતિમાં પણ 32 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે અણનમ 28 અને ચેતેશ્વર પુજારાએ 22 રનનું યોગદાન આપીને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. એક સમયે ટીમ ઈન્ડિયાએ 51 રન બનાવીને 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અય્યર અને સાહાએ ભારતને યોગ્ય સ્કોર સુધી પહોંચાડ્યું.

- Advertisement -

ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે 95 અને વિલ યંગે 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ 2 જા ધ્વિસે તે ભારતીય બોલરો સામે ટકી શક્યો નહોતો. કિવિ કેપ્ટન કેન વિલિયમસન પણ 18 રન બનાવીને આઉટ થયો હતો. શનિવારે ન્યૂઝીલેન્ડનો મિડલ અને લોઅર ઓડર સંપૂર્ણપણે વિખેરાઈ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular