અફઘાનિસ્તાનમાં સત્તાપલટો થયા બાદ હવે ભારતે ફરી એક વખત કાબુલમાં પોતાની એમ્બેસી ખોલી છે અને તેનાથી તાલિબાન ખુશખુશાલ છે. તાલિબાન સરકારના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે, અમને આશા છે કે, ભારત અ્ફઘાનિસ્તાનને માનવીય સહાય કર્યા બાદ દેશના વિકાસ પર પણ ધ્યાન આપશે. અમે પણ ભારતીયોને તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડવા માટે આશ્વાસન આપીએ છે. પ્રવક્તાએ કહ્યુ હતુ કે, દેશમાં ભારત અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યુ હતુ અને તે અધુરા છે.અમે ભારતને આ પ્રોજેક્ટ પૂરા કરવા માટે આગ્રહ કર્યો છે.જો આ પ્રોજેક્ટ પરા નહીં થાય તો આ તમામ યોજનાઓ બરબાદ થઈ જશે.
ઉલ્લેખનિય છે કે, 2021માં તાલિબાનના શાસન બાદ ભારતે પોતાની એમ્બેસી બંધ કરી હતી.જોકે હવે ભારતે પોતાની એમ્બેસી ખોલી નાંખી છે.પાંચ અધિકારીઓ તેમાં કાર્યરત છે અને એમ્બેસીની સુરક્ષા માટે ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની એક ટુકડીને મોકલવામાં આવી છે.
જોકે ભારત સરકારે અફઘાનિસ્તાનમાં પોતાની ડિપ્લોમેટિક ક્ષમતા વધારવાને લઈને હજી સુધી કોઈ નિવેદન આપ્યુ નથી. શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકરે બેંગ્લોરમાં કહ્યુ હતુ કે, એમ્બેસી ફરી શરુ કરવાનો નિર્ણય માનવીય સહાયતા પહોંચાડવા માટે લેવાયો છે.