હેનલે પાસપોર્ટ ઈન્ડેકસ મુજબ છેલ્લાં 6 મહિનામાં ભારતે 8 અંકની છલાંગ લગાવી 85 માંથી 77 મા ક્રમે પહોંચ્યુ પાસપોર્ટ ઈન્ડેકસ દુનિયાના શક્તિશાળી પાસપોર્ટના આધારે રેન્ક નકકી કરે છે. જેમાં વિઝા વિના પ્રવેશની લાયકાતોનો સમાવેશ થાય છે જેમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ સિંગાપુરનો છે.
વિદેશયાત્રા માટે પાસપોર્ટ એક મહત્વનો દસ્તાવેજ છે. ત્યારે મળતી માહિતી મુજબ ભારત અને સાઉદી અરબ જેવા દેશો પાસપોર્ટ ઈન્ડેકસમાં પ્રગતિ કરે છે. જયારે અમેરિકા અને યુકે જેવા દેશોના પાસપોર્ટ સ્થિર સ્થિતિમાં છે. હેનલે એન્ડ પાર્ટનર્સના સીઈઓના જણાવ્યા અનુસાર અમેરિકા અને યુકેની બદલતી જતી ઈમિગે્રશન અને માઇગે્રશન નીતિઓના લીધે પાસપોર્ટનું મહત્વ ઘટયું છે. બન્ને દેશોના પોઇન્ટમાં 1 ટકાનો ઘટાડો થયો છે. તેમ છતાં અમેરિકા વિશ્ર્વમાં વૈકિલ્પક આવાસ અને નાગરિકત્વ મેળવવાના વિકલ્પમાં સૌથી આગળ છે. ઉલ્લેખનીય છે કે, સિંગાપુર આ ઈન્ડેકસમાં સૌથી શકિતશાળી પાસપોર્ટ છે. આ દેશના નાગરિકો વિશ્ર્વના 227 માંથી 193 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી લઇ શકે છે. જ્યારે અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો છે. જે માત્ર 25 દેશોમાં વીઝા ફ્રી છે.
ભારતના પાસપોર્ટ ઈન્ડેકસમાં 77 મા સ્થાન સાથે 59 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી ધરાવે છે. ત્યારે અહીં કોઇપણ દેશનો પાસપોર્ટ માત્ર વિઝા ફ્રી હોવા સાથે જ સંકળાયેલો નથી એ દેશની આંતરરાષ્ટ્રીય કુટનીતિ અને અસરકારકતાને દર્શાવે છે. જેતે દેશના રાજકીય પ્રભાવ અને આંતરરાષ્ટ્રીય સંબંધોનું પ્રતિબિંબ પણ છે.


