આઇસીસી અન્ડર-19 ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં રમાઈ હતી. જેમા ભારતે અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપની પહેલી મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારત સામે 69 રનનો લક્ષ્યાંક મુક્યો હતો અને ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હાર આપી છે.આઇસીસી અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડકપની આ પહેલી સિઝન છે અને શેફાલી વર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ આ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે.
સાઉથ આફ્રિકામાં આઈસીસી અન્ડર-19 ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં શેફાલી વર્માએ 15 રન કરી આઉટ થઈ હતી. જ્યારે ત્રિશા 24 રન બનાવી આઉટ થઈ હતી. તેમજ સોમ્યા તિવારીએ શાનદાર ઈનિંગ રમતા 24 રન બનાવી નોટઆઉટ રહી હતી.
આ સાથે જ ટીમ ઈન્ડિયાની ફાઈનલ મેચમાં સૌમ્યા તિવારી, ત્રિશા અને અર્ચના દેવીએ ખૂબ શાનદાર પરફોર્મન્સ બતાવ્યું હતું. અર્ચના, પાશ્વી ચોપરા અને તિસ સાધુએ 2-2 વિકેટ લીધી હતી. અત્રે નોધનીય છે કે શેફાલી વર્માની કેપ્ટનશીપ ભારતે આ ખિતાબ જીતી લીધો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડી શ્ર્વેતા સેહરાવત સૌથી વધુ રન બનાવવામાં ટોચ પર રહી છે.
BCCI આપશે રૂપિયા પાંચ કરોડનું ઈનામ
ટીમ ઈન્ડિયાની જીત બાદ બીસીસીઆઈએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ખજાનો ખોલતાં પાંચ કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. સચિવ જય શાહે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું કે, ભારતમાં મહિલા ક્રિકેટ પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે અને વર્લ્ડકપની જીતે મહિલા ક્રિકેટનું કદ અત્યંત ઉંચું કરી દીધું છે. ઈનામના રૂપમાં આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે પાંચ કરોડ રૂપિયાની જાહેરાત કરતા મને આનંદ થઈ રહ્યો છે. આ ઉપરાંત તેમણે 1 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ન્યુઝી. વચ્ચે નિર્ણાયક ટી-20 મુકાબલો જોવા આવવા માટે પણ ટીમને આમંત્રિત કરી છે. આવી જ રીતે વડાપ્રધાન મોદીએ ટીમને જીત બદલ શુભકામના પાઠવતાં લખ્યું કે આઈસીસી અન્ડર-19 વિશ્ર્વકપમાં વિશેષ જીત માટે ભારતીય ટીમને શુભકામના. તેમણે શ્રેષ્ઠ ક્રિકેટ રમ્યું છે અને તેની સફળતાથી ભવિષ્યના અનેક ક્રિકેટરોને પ્રેરણા મળશે.