Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મિશ્ર ઋતુને પરિણામે વાયરલ રોગચાળાના વધતાં કેસો

જામનગરમાં મિશ્ર ઋતુને પરિણામે વાયરલ રોગચાળાના વધતાં કેસો

તાવ-શરદી-ઉધરસના કેસો વધતાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ : મોડીરાતથી વ્હેલી સવાર સુધી ઠંડીનો સામનો કરતાં શહેરીજનો : ગરમ વસ્ત્રોની ખરીદી કરતાં શેરીજનો

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં શિયાળાના પગરવ વચ્ચે ગઇકાલે તાપમાનનો પારો ઘટયા બાદ છેલ્લા 24 કલાકમાં ફરી 3 ડિગ્રી જેટલો પારો ઉચકાયો છે. તો બીજીતરફ મહત્તમ તાપમાન 30 ડિગ્રી નજીક રહેશે. શહેરીજનો મિશ્ર ઋતુનો સામનો કરી રહ્યા છે. જેને પરિણામે રોગચાળો વકરતાં ઘેર-ઘેર શરદી-ઉધરસ અને તાવના કેસો જોવા મળી રહ્યા છે. રાત્રીના સમયે તથા વ્હેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ દિવસના શહેરીજનોને હાલમાં તો ઠંડીમાં રાહત જોવા મળી રહી છે.

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં છેલ્લા બે-ચાર દિવસથી શિયાળાના પગરવ જોવા મળી રહ્યાંં છે. ગઇકાલે એક દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કડાકો બોલ્યા બાદ આજે ફરીથી લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 22.5 નોંધાતાં 3 ડિગ્રી જેટલો વધારો જોવા મળ્યો છે. જામનગરમાં શિયાળાના પગરવ વચ્ચે વ્હેલી સવારે તથા રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. તો બીજીતરફ દિવસના સમયે ગરમીનો લોકો સામનો કરતાં હોય, મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. મિશ્ર ઋતુને પરિણામે રોગચાળો પણ વધી રહ્યો છે. રોગચાળો વકરતાં ઘેર-ઘેર શરદી-ઉધરસ તથા તાવના કેસો જોવા મળી રહ્યાં છે. જેના પરિણામે હોસ્પિટલો દર્દીથી ઉભરાઇ રહી છે. ઋતુ પરિવર્તનની અસર શહેરીજનોને સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે.

જામનગર કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર જામનગરમાં મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા તથા પવનની ગતિ 2.4 કિ.મી. નોંધાઇ હતી. જામનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીના પગરવની સાથે શહેરીજનો ગરમ વસ્ત્રોની ખરીદીમાં પણ લાગી ચૂક્યા છે. હાલાર સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. તેવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. ઠંડીનું પ્રમાણ વધતાં જામ્યુકોના મેયર સહિતના પદાધિકારીઓએ પણ સેલ્ટર હોમની મુલાકાત લઇ સુવિધાની ચકાસણી કરી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં સુસવાટા મારતાં પવનને કારણે રાત્રીના સમયે વાતાવરણ ઠંડુગાર બનતું જોવા મળી રહ્યું છે. લોકો મોડીરાત્રીથી લઇ વ્હેલી સવાર સુધી ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે. મિશ્ર ઋતુને પરિણામે વાયરલ રોગચાળાએ અજગરી ભરડો લેતાં ઘરે-ઘરે બિમારીના કેસ જોવા મળી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular