- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો થયા કોરોના વાયરસના કેસો અવિરત રીતે નોંધાઈ રહ્યા છે. મંગળવારે જિલ્લામાં કોરોનાનો એક પણ નવો પોઝિટિવ દર્દી નોંધાયો ન હતો. પરંતુ ગઈકાલે બુધવારે જિલ્લામાં એક સાથે નવા 23 દર્દીઓનો ઉમેરો થતા લોકોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે કરવામાં આવેલા કુલ 510 કોવિડ ટેસ્ટમાં ફક્ત દ્વારકા તાલુકાના જ 21 નવા કેસ તેમજ ખંભાળિયા તાલુકાના સલાયામાં બે નવા કેસ મળી 23 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે ભાણવડ અને કલ્યાણપુરમાં એક પણ કેસ નોંધાયો નથી. આ વચ્ચે ભાણવડ તાલુકાના ચાર દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.
જિલ્લામાં એક સાથે કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
- Advertisement -