Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરVideo : ઠેકાણા વગરના નદીના પટ્ટના મેળાનું ઉદ્ઘાટન રદ્ કરાયું

Video : ઠેકાણા વગરના નદીના પટ્ટના મેળાનું ઉદ્ઘાટન રદ્ કરાયું

જામનગર મહાપાલિકા દ્વારા ગઇકાલે શુક્રવારે સાંજે શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતિ નદીના પટ્ટમાં યોજાનારા શ્રાવણી લોકમેળાના ઉદ્ઘાટનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ નદીના પટ્ટમાં યોજાનાર મેળાના કોઇ ઠેકાણા ન હોય, સત્તાધિશોએ આ મેળાનું ઉદ્ઘાટન રદ્ કર્યું હતું.

- Advertisement -

જ્યારે પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નદીના પટ્ટના મેળામાં ધંધાર્થીઓને બહુ રસ ન હોય. પ્રથમ પ્રયાસમાં મેળાના ટેન્ડરો ભરાયા ન હતાં. જ્યારે બીજા પ્રયાસમાં ખૂબ નીચા ભાવે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. તેમ છતાં અહીં કોઇપણ પ્રકારની રાઇડ કે વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવતાં ઉદ્ઘાટન કરવાનું ટાળી દેવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular