રાજ્યના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન અને યાત્રાધામ પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જામ કલ્યાણપુર ખાતે રૂ. 100.65 લાખનાં ખર્ચે અદ્યતન બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકોને પણ ઉચ્ચકક્ષાની સુવિધા મળે તેવી વડાપ્રધાનની નેમ હતી. કલ્યાણપુર ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ સુવિધાથી આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ સમાન છે.
આ સાથે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી અનોખી ખુશી મળી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણીના કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઘણા પગલાં ભરવામાં આવ્યા છે. તેમાંની જન જન સુધી પહોચતી સેવા એટલે એસ.ટી.બસ. વિવિધ યાત્રાધામોમાં તહેવારો પ્રસંગે સરકાર દ્વારા નાગરિકો લાંબા અંતર મુસાફરી આરામદાયક કરી શકે તે માટે સ્લીપર બસો મુકવામાં આવી છે. આવનારા સમયમાં આપના પ્રવાસનધામોનો વધુને વધુ વિકાસ થાય તેમજ શિવરાજપુર બીચ દુનિયાના નકશામાં અંકિત થાય તે માટે સરકાર કટિબદ્ધ છે.
આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, છેવાડાના નાગરિકોને એસટી બસ ઉત્તમ સુવિધા પૂરી પાડે છે. કલ્યાણપુર ખાતેના નવનિર્મિત બસ સ્ટેન્ડની સુવિધા આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર માટે વરદાનરૂપ સાબિત થશે. આ કાર્યક્રમમાં ડીડીઓ, આરએસી સ્થાનિક સરપંચ, એસ.ટી.ના વિભાગીય નિયામક પી.એમ.પટેલ, વિગેરે સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ભાણવડ ખાતે રૂા. 86.53 લાખ ખર્ચે અદ્યતન બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, યાતાયાતના માધ્યમોમાં બસ એ શ્રેષ્ઠ માધ્યમ છે. છેવાડાના વિસ્તાર સુધી નાગરિકો ઉત્તમ સુવિધા પ્રાપ્ત તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. ભાણવડ ખાતેના નવનિર્મિત બસ સ્ટેન્ડની સુવિધા આજુબાજુના વિસ્તાર માટે આર્શીવાદરૂપ સાબિત થશે. તેમજ લોકોને અવરજવર માટે સરળતા રહેશે. પૂર્વ મંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચે તે માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને વધુ સારી સુવિધા મળી રહે તે વાતને પ્રાથમિકતા આપીને અમે દર વર્ષે એક હજાર જેટલી નવી બસો સેવામાં મુકીએ છીએ. વિવિધ યાત્રાધામોમાં તહેવારો પ્રસંગે સરકાર દ્વારા નાગરિકો લાંબા અંતર મુસાફરી આરામદાયક કરી શકે તે માટે સ્લીપર બસો મુકવામાં આવી છે. 94 હજારથી વધુ ઓનલાઇન ટિકિટ બુક કરી રાજ્યએ રેકોર્ડ સર્જ્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, સાંસદ પૂનમબેન માડમ, મુળુભાઈ બેરા, તાલુકા પંચાયત પ્રમુખ રામભાઇ કરમુર, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર સહિત અધિકારીઓ તથા પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.