મીઠાપુર તાતા કેમિકલ્સે સક્ષમ સમર્થ ફાઉડેશનનાં મહિલા સંચાલિત ફોકૅલિફટનાં કામને પ્રથમ કોન્ટ્રાકટ આપી શુભારંભ કરાવ્યો હતો. તાતા કેમિકલ્સનાં વા.પ્રેસિડેન્ટ એન.કામથે ઉદઘાટન કયુઁ હતું. ઓખામંડળનાં યુવાનો અને મહિલાઓને રોજગારી મળે તે માટે અનેક પ્રયાસો હાથ ધરાયા તેની વિગત એન.કામથે આપી હતી. સક્ષમ સમથૅ ફાઉડેશનની 27 મહિલા અને 13 પુરુષોને TCSRD ની ટેકનીકલ તાલીમ સંસ્થાએ બે માસની ટ્રેનિંગ આપી છે. તાતા કંપનીનાં સહયોગથી ફોકૅલિફટ ફાઉડેશને લીધા છે જે હવે મહિલા ઓપરેટર દ્રારા તાતા કંપનીમાં ચાલશે અને રોજગારી મળશે.