Sunday, December 14, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારતના કયા રાજ્યમાં છેલ્લે સુર્યાસ્ત થાય છે... જાણો....

ભારતના કયા રાજ્યમાં છેલ્લે સુર્યાસ્ત થાય છે… જાણો….

સુર્યમાંથી આપણને અપાર શકિત મળે છે. કહેવાય છે કે સુર્યોદય અને સુર્યાસ્ત જોનારાઓ ખૂબ જ ઉર્જાવાન બને છે પરંતુ, શું તમે જાણો છો કે સુર્યોદય અને સુર્યાસ્તનો સમય જુદો પણ હોય છે…. શું તમે જાણો છો કે ભારતના કયા રાજ્યમાં સુર્યાસ્ત છેલ્લે થાય છે ??

- Advertisement -

ભારત એક વિશાળ દેશ છે. અહીં 27 રા જ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સુર્યોદય અને સુર્યાસ્ત સમય અલગ અલગ છે. સુર્યોદય જેટલો ઉર્જાવાન છે તેમજ સુર્યાસ્ત મન અને આંખોને શાંતિ આપે છે. આપણે જાણીએ છીએ કે સુર્યોદય પહેલાં ઉત્તર પુર્વમાં થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે ભારતમાં સુર્યાસ્ત છેલ્લે કયા થાય છે…? તો જાણો..

ભારતમાં સુર્ય સૌથી પહેલાં ઉત્તર પુર્વ સ્થિત અરૂણાચલ પ્રદેશના અંજા  જિલ્લાના ડોંગ શહેરમાં ઉગે છે હવે પ્રશ્ન એ છે કે, ભારતમાં સુર્ય છેલ્લે કયા આથમે છે તો જાણો કે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલુ ગુહર મોતી એ સ્થળ છે જ્યાં સમગ્ર ભારતમાં સુર્ય છેલ્લે આથમે છે એટલે કે ઉત્તર પુર્વમાં સુર્ય વહેલો ઉગે છે જ્યારે પશ્ચિમ ગુજરાતમાં સુર્ય મોડો આથમે છે તેનું મુખ્ય કારણ પુર્વ અને પશ્ચિમ છેડા વચ્ચેનો રેખાંશ તફાવત છે આ કારણે બન્ને રાજ્યો વચ્ચે સમયનો તફાવત રહે છે.

- Advertisement -

સુર્યોદય ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનું પરિભ્રમણ સુર્ય તરફ થાય છે. જ્યારે સુર્યાસ્ત ત્યારે થાય છે જ્યારે પૃથ્વી પરિભ્રમણ કરે છે અને તે સ્થાનને સુર્યાસ્ત દૂર લઇ જાય છે. જેમાં કઇ શકાય કે પૃથ્વી પર દિવસ અને રાત પૃથ્વીના તેની ધરી પર પરિભ્રમણને કારણે થાય છે માટે આપણને સુર્ય પુર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમતો દેખાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular