જામનગર શહેરમાં બુધવારે અને ગુરૂવારે નર્મદા યોજનામાં સમ્પ અને સફાઈના કામો કરવાના હોવાથી જામનગરના ઝોન બી હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેમ વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.
આ અંગેની વિગત મુજબ, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્વારા નર્મદા યોજનામા પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટની સફાઈ કરવાની હોવાથી તા.8 ના બુધવારે રવિ પાર્ક ઝોન બી હેઠળના સિધ્ધાર્થનગર, ઈન્દીરા કોલોની, કોમલનગર, રાજીવનગર, વામ્બે આવાસ, દેવનગર, મયુરનગર, પરમાર પાડો, બહેરામુંગા શાળા વિસ્તાર, યોગેશ્ર્વર ધામ, ઓમ સાંઈનગર, એ, બી, સી, સ્વામિનારાણયધામ, વાયુનગર, મુરલીધરનગર, બળદેવનગર, સેનાનગર, ઢીચડા, ઈએસઆર વિસ્તાર, ગોકુલનગર ઝોન-બી ઝોન હેઠળ આવતા વિસ્તારો શિવનગર, શ્યામનગર, નારાયણનગર, નવાનગર, ખાખીનગર, મુરલીધરનગર, રાજરાજેશ્ર્વરી સોસાયટી, વિજયનગર, સીતારામ સોસાયટી, સોહમનગર, બાલમુકુંદ સોસાયટી, સુભાષનગર, મુરલીધર સોસાયટી, સીતલ પાર્ક, સિધ્ધાર્થનગર, કૈલાશનગર, પ્રમુખ સ્વામી પાર્ક, સમર્પણ પાર્ક, મોહન નગર અને અશોવાળ સોસાયટી વિગેરે વિસ્તારો. જ્ઞાન ગંગા ઝોન વિસ્તારમાં આવતા ઈવાપાર્ક, સુભાષપાર્ક, રઘુવીરપાર્ક, નિલકંઠ પાર્ક, ન્યુ નવાનગર, મયુર ટાઉનશીપ, ખોડિયાર પાર્ક, પુષ્કર ધામ, મંગલ ધામ, સેટેલાઈટ પાર્ક, મયુર બાગ, પંચવટી પાર્ક, આર્શિવાદ એવન્યુ, સનેશ્ર્વર પાર્ક, મારૂતિ નંદન, સજાનંદ પાર્ક, કનૈયા પાર્ક, હરીધામ વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેમ વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવાયું છે.
ઉપરાંત પાણી વિતરણ બંધના બીજા દિવસે પ્રથમ ઝોન બી ત્યારબાદના દિવસે ઝોન એ માં આવતા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમજ તા.09/02/2023 ગુરૂવારના રોજ ગુલાબનગર ઝોન-બી હેઠળ આવતા ભીમવાસ, નાગેશ્ર્વર, સ્વામીનારાયણનગર, વિકટોરિયા પુલની બાજુનો વિસ્તાર, રાજપાર્ક, રવિપાર્ક, રંગમતિ પાર્ક, રાધાકૃષ્ણ પાર્ક, આદિત્ય પાર્ક, લાલવાડી વિસ્તાર, માણેકનગર, શાંતિવન સોસાયટી, ઉમિયાનગર, હાપા વિસ્તાર, ક્રિષ્નાપાર્ક, શિવ શકિત સોસાયટી વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેમ વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.