Thursday, January 16, 2025
Homeરાજ્યદ્વારકા નજીક કુરંગા ગામે પ્રેમ સંબંધ ધરાવતા યુવક-યુવતીએ સજોડે ઝેર પીધું

દ્વારકા નજીક કુરંગા ગામે પ્રેમ સંબંધ ધરાવતા યુવક-યુવતીએ સજોડે ઝેર પીધું

ફુઈ-ભત્રીજાએ સજોડે આપઘાત કર્યો : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

- Advertisement -

દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામમાં રહેતાં યુવક અને પરિણીત મહિલા વચ્ચે પ્રાંગરેલા પ્રેમસંબંધમાં બંનેના લગ્ન શકય ન હોવાથી કુરંગા નજીક મંદિર પાસે સજોડે ઝેરી દવા પી આપઘાત કરતા અરેરાટી ફેલાઈ ગઇ હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના શક્તિનગર વિસ્તારના રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા વિજયભાઈ રામાભાઈ વાઘેલા નામના 21 વર્ષના દેવીપુજક યુવાન તથા કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા શારદાબેન મેરૂભાઈ ડાયાભાઈ ચૌહાણ 30 નામના પરિણીત મહિલાઓ વચ્ચે પ્રેમ સંબંધ હોય જેથી આ બંને યુવાન-યુવતી થોડા દિવસ પૂર્વે ભાગી ગયા હતા.

આ બંને ફોઈ-ભત્રીજો થતા હોય, તેથી તેઓના લગ્ન થઈ શકે તેમ ના હોવાથી સમાજમાં નીચું જોવાનું થશે તેમ તેવી પરિસ્થિતિ હોવાથી વિજયભાઈ તથા શારદાબેને દ્વારકાથી આશરે 32 કિલોમીટર દૂર કુરંગા ગામે આવેલા એક મંદિર પાસે ઝેરી દવા પી લેતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા. આ અંગેની જાણ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા કનુભાઈ રામાભાઈ વાઘેલા (ઉ.વ. 24) એ દ્વારકા પોલીસને કરી છે જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular