જામનગર શહેર જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જૂગાર રમાતા અલગ-અલગ પોલીસે રેઈડ દરમિયાન મહિલા અને પુરૂષોને જૂગાર રમતા ઝડપી લઇ તેમની પાસેથી રોકડ, મોબાઇલ, બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ ગુનો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન અમુક શખ્સો નાશી ગયા હોય જેઓની સામે પણ ગુનો નોંધી શોધખોળ આરંભી દેવામાં આવી છે. પોલીસે પાડેલા જૂગારના દરોડાની વિગત મુજબ જામનગર જિલ્લાના સીક્કા પાટીયા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા કરણસિંહ સુરાજી જાડેજા, અશ્ર્વિન લલીત હિંશુ, જુસબ ખમીશા સોઢા અને હરવિજયસિંહ જગદીશસિંહ જાડેજા નામના ચાર શખ્સોને મેઘપર પોલીસે રેઇડ દરમિયાન રૂા.47,560 ની રોકડ રકમ અને રૂા.2500 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂા.50,060 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
- કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન ખીમા માલદે ડાંગર, અરવિંદ જીવા ખરા, ખોડુ અમરા ખરા, રશમીન જમન ભુવા, શૈલેષ સબીર તડવી, ભારત નરવત ભાભોર અને શંકર જેન્સીંગ સોલંકી નામના સાત શખ્સોને રૂા.10,840 ની રોકડ રકમ, રૂા.30 હજારની કિંમતના ત્રણ મોટરસાઈકલ તથા ગંજીપના મળી કુલ રૂા.40,840 ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- કાલાવડના રાજડા ગામની સીમમાં જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન જગદીશ દુલભ રાંક, સુખદેવ ઉર્ફે સુખા બનેશીંગ ચૌહાણ, લાલજી શાંતિ કંટારીયા, મયુર મોહન ભુત, ધીરજ દામજી ભુત, ધવલ મનસુખ રાંક સહિતના છ શખ્સોને રૂા.18250 ની રોકડ રકમ તથા રૂા.25 હજારના પાંચ મોબાઇલ અને ગંજીપના સાથે કુલ રૂા.43,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા શાંતિલાલ નથુ ખાંભુ, જયેન્દ્રસિંહ ઉર્ફે જગદીશસિંહ સહદેવસિંહ જાડેજા, વિજય ટપુ વાઘેલા, જગદીશ દેવજી ચાવડા નામના ચાર શખ્સોને ધ્રોલ પોલીસે રૂા.39,400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- જામનગર શહેરના ગોકુલનગર વ્રજધામ સોસાયટીમાંથી તીનપતિનો જૂગાર રમતા પારસ સુરેશ ભોગાયતા, શૈલેષ ચંદુ મોઢા, જયદીપ જગદીશ ભોગાયતા, મિલન સુરેશ ભોગાયતા, પ્રદિપ શાંતિલાલ આલંભડિયા, સાગર ચિરાગ જોશી, નરેન્દ્ર નરોતમ ભોગાયતા, ચિરાગ રમેશ જોશી નામના આઠ શખ્સોને રૂા.17850 ની રોકડ રકમ અને બે લાખની કિંમતના પાંચ બાઇક તથા રૂા.25000 ની કિંમતના પાંચ મોબાઇલ મળી કુલ રૂા.2,42,850 ના મુદ્દામાલ સાથે સીટી સી ડીવીઝન પોલીસ ઝડપી લીધા હતાં.
- ધ્રોલના ગાયત્રીનગરમાંથી જૂગાર રમતા ઝવેર રાયધન રાઠોડ, કિશોર ધીરુ સોલંકી, સુરેશ બટુક રાઠોડ, વિમલ રમેશ સોલંકી, કલ્પેશ રાયધન રાઠોડ, રામશી નરશી રાઠોડ, પપુ રાયધન રાઠોડ અને રમેશ બટુક રાઠોડ નામના આઠ શખ્સોને ધ્રોલ પોલીસે રૂા.10150 ની રોકડ રક અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જામનગર શહેરના બેડેશ્ર્વર વિસ્તારમાંથી જૂગાર રમતા આઠ મહિલાઓને સીટી બી ડીવીઝન પોલીસે રૂા.5100 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. - જામજોધપુર તાલુકાના ગોપ ગામમાંથી જૂગાર રમતા ધીરજ લખુ ડાંગર, અસ્લમ અબ્બુ ઉર્ફે ટાલીયો ધુધા, પરબત માલખી વાઢીયા અને મનસુખ ઉર્ફે મુન્નો પુંજા વાઢીયા નામના ચાર શખ્સોને જામજોધપુર પોલીસે રૂા.11250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
- જામનગર તાલુકાના દરેડ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા પાંચ મહિલાઓને પંચકોષી બી ડીવીઝને તીનપતિ રમતા રૂા.4140 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના અલિયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પ્રવિણ વિનુ છૈયા, મુસ્તાક મામદ સપડિયા, વિક્રમ લાખા મકવાણા, કનુુ મકવાણા, હિરા જીણા મકવાણા, રાજુ કાથડ છૈયા, રણમલ માંડણ મકવાણા નામના સાત શખ્સોને પોલીસે રૂા.6630 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. - ધ્રોલ ગામમાં જાહેરમાં જૂગાર રમતા રસુલ ઉર્ફે રાસુ સવસી વાઘેલા, હૈદરશા ઉર્ફે હૈદર ઈકબાલ શાહમદાર, અમરશી રતિલાલ ચાવડા, દુષ્યંત પ્રવણ પંડયા, અનિલ કિશોર મકવાણા, બાલા અમરશી વાઘેલા, ભાવેશ વિજય પંડયા નામના સાત શખ્સોને ધ્રોલ પોલીસે રૂા.10470 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
કાલાવડ તાલુકાના આણંદપર ગામમાંથી જૂગાર રમતા દિપક ઉર્ફે ડગો અમુ મકવાણા, નિલેશ રાજેશ બગડા, હેમત સરવનદાસ મકવાણા, ત્રિકમ ગાગજી રાખસિયા, રોહિલ વલ્લભ સોલંકી નામના પાંચ શખ્સોને કાલાવડ પોલીસે રૂા.9840 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. - લાલપુર ગામમાંથી જૂગાર રમતા દિનેશ જલા મકવાણા, વિજય નાથા પરમાર, અલ્પેશ રમણિક પરમાર, મુનેશ બાબુ ચૌહાણ, રાજુ અમજી પરમાર, વિજયસિંગ સમુન્દરસીંગ બાવરી નામના છ શખ્સોને લાલપુર પોલીસે રૂા.10230 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
- જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાંથી જૂગાર રમતા હિરેન દેવરાજ વારસકીયા, જયેશ મેઘજી વાઘેલા, દિલીપ પીઠા વઘેરા, અને સુરેશ ભયજી વારસકિયાને રૂા.3500 ની રોકડ રકમ સાથે તથા અન્ય સ્થળોએથી કેતન ચીમન વાઘેલા, રસિક નાનજી વારસકિયા, રાજેશ ભુરા ધમસાણિયા, વિનોદ વિરા વાઘેલા નામના ચાર શખ્સોને રૂા.3450 ની રોકડ રકમ સાથે જામજોધપુર પોલીસે ઝડપી લીધા હતાં.
જામનગર શહેરના દાવલશા ફળી વિસ્તારમાંથી જૂગાર રમતા વિવેક કિશોર ગરોધરા, અમિત મુળરાજસિંહ ચૌહાણ અને પાંચ મહિલા સહિત સાત શખ્સોને રૂા.10450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતાં. - જામનગરના નદીપા રોડ પરથી અર્જુન રાજેશ ચૌહાણ, નીખીલ કેતન ચુડાસમા, ભાવિક વિનોદ ચુડાસમા, મયંક જીતેન્દ્ર લાલવાણી, દિક્ષીત જીતેન્દ્ર મહેતા નામના પાંચ શખ્સોને રૂા.3680 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જામનગરના નિર્મળનગર વિસ્તારમાંથી જૂગાર રમતા હસમુખ ઠાકરશી જાદવ, અરવિંદ મગન કુનપરા, મનિષ શશીકાંત વજાણી, વિજય જેન્તી ચીત્રોડા, રાજેશ પ્રભુદાસ લુકા, પ્રફુલ્લ પ્રભુદાસ સોલંકી નામના છ શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.11210 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. - જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા નવીન ઉર્ફે નવલો ભીખા પરમાર, વિનોદ ઉર્ફે વિનુ શાંતિ મકવાણા, ડોલુ ભીખા પરમાર, મુળુ અરશી પરમાર, સુનિલ કાના પરમાર, ભાવેશ અશોક પરમાર, અજય ભીખા પરમાર, ભરત કાના રાઠોડ, પ્રવિણ ભીખા પરમાર, સાગર હેમત પરમાર નામના 10 શખ્સોને મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રૂા.11,530 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- જામનગર તાલુકાના ખીજડિયા ગામમાંથી તીનપતિ રમતા ખીમજી આલા એલડિયા, નિલેશ રાજેશ મકવાણા, જેસંગ બટુક સાલાણી, દિપક ઉર્ફે સંજય મગન મકવાણા, ભરત ભગવાનજી માટીયા, રાહુલ મનસુખ વાઘેલા અને ભરત જીવરાજ ગોહિલ નામના સાત શખ્સોને પંચ એ પોલીસે રૂા.5550 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
- જામનગર તાલુકાના બાળા ગામમાંથી જૂગાર રમતા શૈલેષ વ્રજલાલ નિમાવત, હરપાલસિંહ અજીતસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ગુલાબસિંહ જાડેજા અને વિશાલસિંહ ભીખુભા જાડેજા નામના ચાર શખ્સોને પંચ એ પોલીસે રેઈડ દરમિયાન રૂા.4320 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.