ગિરના જંગલ માંથી અવારનવાર સિંહોના વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. હાલ એક વિડીઓ સામે આવ્યો છે. જેમાં ગીરના મલેશ્વર ડેમ વિસ્તારમાં ત્રણ સિંહો ડેમનાં પાળા પાસેથી પાણી તરફ જાય છે. અને એક સિંહે કાચબાને પકડી લીધો. સિંહે કાચબાને પોતાના મુખમાં લઇ શિકાર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ જાય છે. બાદમાં અન્ય બે સિંહો આવીને કાચબાના શિકારનો પ્રયાસ કરે છે પરંતુ કાચબાએ પોતાના અંગો ઢાલમાં લઈ લીધા હતા.અને ત્રણે સિંહો નિષ્ફળ જાય છે. અને બાદમાં સિંહ કંટાળીને ત્યાંથી જતો રહે છે. આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
#junagadh #girnar #gujarat #lion #viralvideo #Khabargujarat
ગીરના જંગલમાં સાવજોએ કાચબાના શિકારની કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહ્યા
મલેશ્વર ડેમ વિસ્તારનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ pic.twitter.com/H2ENNgSEm3
— Khabar Gujarat (@khabargujarat) February 9, 2022