Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતકોરોનાકાળમાં આ સંસ્થા બાળકોની ચિંતા કરી રહી છે

કોરોનાકાળમાં આ સંસ્થા બાળકોની ચિંતા કરી રહી છે

ગુજરાતની વડીઅદાલતમાં જાહેરહિતની અરજી દાખલ

અમદાવાદની ચાઇલ્ડ રાઇટ કલેકટીવ નામની સ્વૈચ્છિક સંસ્થાએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. સંસ્થાએ અરજીમાં જણાવ્યું છે કે, કોરોનાકાળ દરમ્યાન બાળકોના શિક્ષણ અને આરોગ્ય અંગે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર જરૂરી પગલાંઓ ભરે તે માટે અદાલતે સરકારોને નિર્દેશ આપવો જોઇએ.

- Advertisement -

આ સંસ્થાએ આનંદ યાજ્ઞિક નામના વકીલ મારફત આ જાહેરહિતની અરજી દાખલ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના શિક્ષણવિભાગને હાઇકોર્ટે માર્ગદર્શન આપવું જોઇએ. શિક્ષણ સતાવાળાઓ બાળકોને શ્રેષ્ઠ પ્રકારનું શિક્ષણ સાહિત્ય ઓફલાઇન પૂરૂ પાડવું જોઇએ. જયાં સુધી શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી જે બાળકો પાસે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની સુવિધાઓ નથી. તે બાળકોને આ રીતે સાહિત્ય મળવું જોઇએ.

આ ઉપરાંત અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી મધ્યાહન ભોજન યોજના અને પૂરક ખોરાક (આઇસીડીએસ)ની વ્યવસ્થા શિક્ષણ વિભાગે કરવી જરૂરી છે. લાખો બાળકો આ પોષક ખોરાકથી વંચિત છે. આ સાથે એમ પણ જણાવાયું છે કે, 18 વર્ષથી નીચેના બાળકોના કોરોના ટેસ્ટ કરી તેઓને સારવાર આપવી જોઇએ. આ ઉપરાંત બાળ સંરક્ષણ ગૃહોમાં રહેતાં બાળકોની પણ ચિંતા કરવી જોઇએ. આ બાળકોના પણ કોરોના ટેસ્ટ અને સારવાર જરૂરી છે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકોની પણ ખાસ કાળજી લેવાની જરૂર છે. જે બાળકોને સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હોય તેઓની સાથે તેઓના વાલીઓ હોસ્પિટલમાં રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઇએ. કારણ કે, ઘણાં બાળકોની સારવાર ઘરે શકય હોતી નથી. આ સાથે જે પરપ્રાંતિય અને સ્થાનિક શ્રમિકો છે તેઓના બાળકો માટે પણ નાસ્તો અને ટેસ્ટ તેમજ ટ્રિટમેન્ટની વ્યવસ્થા કરવી જોઇએ.

- Advertisement -

વડીઅદાલતે જાહેરહિતની અરજી સ્વિકારી લીધી છે અને સંભવત: આવતાં સપ્તાહે આ અરજીની સુનાવણી થવાની શકયતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular