જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનું સામ્રાજ્ય વધતું જઇ રહ્યું છે. છેલ્લા બે દિવસો દરમિયાન સિઝનના સૌથી ઓછા લઘુત્તમ તાપમાન સાથે કડકડતી ઠંડીનો શહેરીજનોએ સામનો કર્યો હતો. ત્યારે મંદિરોમાં પણ ભગવાનને ગરમ વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતાં. જામનગરમાં બેડી ગેઇટ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં શિયાળાની ઠંડીને ધ્યાને લઇ ભગવાનને ગરમ વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, જામનગરમાં ઠંડીનો પારો નીચે જતાં લોકો કડકડતી ઠંડીને કારણે ગરમ વસ્ત્રોમાં લપેટાઇ રહ્યાં છે. જ્યારે મંદિરોમાં પણ ભગવાનને ગરમ વસ્ત્રોના શણગાર કરાઇ રહ્યાં છે.