Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરરહેવાસીઓના આક્રંદ-વિલાપ વચ્ચે સાધના કોલોનીમાં ડિમોલિશન - VIDEO

રહેવાસીઓના આક્રંદ-વિલાપ વચ્ચે સાધના કોલોનીમાં ડિમોલિશન – VIDEO

અનેક વખત નોટીસો આપ્યા બાદ જર્જરીત મકાનો તોડી પાડવા કાર્યવાહી : કામગીરીનો વિરોધ કરી રહેલ યુવાન ચક્કર આવી પડી જતાં 108 એમ્બ્યુલન્સ બોલાવાઇ

જામનગરની સાધના કોલોનીમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બિલ્ડીંગમાં જર્જરીત મકાનો તોડી પાડવા આજે જામ્યુકોની એસ્ટેટ શાખા તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પહોંચ્યા હતાં. આ દરમિયાન રહેવાસીઓ દ્વારા વિરોધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માગણી કરી હતી. આ દરમિયાન વિરોધ કરી રહેલ રહેવાસીને ચક્કર આવી પડી જતાં 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.

- Advertisement -

જામનગરના ન્યુ સાધના કોલોની વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બિલ્ડીંગમાં એમ-56 તથા એમ-63 નંબરના બે બ્લોકમાં આવેલ કુલ 24 ફલેટ ખૂબ જ જર્જરીત હાલતમાં હોય, આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ તથા ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ આ જર્જરીત મકાનો તોડી પાડવા માટે પહોંચ્યા હતાં. ઉલ્લેખનિય છે કે, ગતવર્ષે આ વિસ્તારમાં જર્જરીત બિલ્ડીંગ પડતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતાં. ત્યારે આ અંગે અનેક વખત નોટીસો પાઠવવામાં આવી હોવા છતાં રહેવાસીઓ મકાન ખાલી કરતાં ન હોય તેમજ ચોમાસાની સિઝન નજીક આવી રહી હોય, તેને ધ્યાને ગઇકાલે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને હાઉસીંગ બોર્ડના અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આ વિસ્તારમાં પહોંચી હતી અને જર્જરીત મકાનો ખાલી કરી અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા સૂચના આપી હતી.

- Advertisement -

અનેક વખત સૂચના અને નોટીસ આપવા છતાં રહેવાસીઓ મકાન ખાલી કરતાં ન હોય, રહેવાસીઓની સુરક્ષાને ધ્યાને લઇ આજે જામ્યુકો તથા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સહિતની ટીમ સાધના કોલોની ખાતે પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જર્જરીત મકાનો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીને લઇ રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માગણી કરવામાં આવી હતી. આમ છતાં અનેક વખત નોટીસો આપી હોય છતાં રહેવાસીઓ દ્વારા કોઇ પગલાં ન લેતાં તંત્ર દ્વારા મકાનો ખાલી કરાવી ડિમોલીશન હાથ ધર્યું હતું. આ દરમિયાન વિરોધ કરી રહેલ રહેવાસી યુવાનને ચક્કર આવી પડી જતાં 108 એમ્બ્યુલન્સને તાકિદે બોલાવવામાં આવી હતી અને સારવાર માટે કામગીરી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular