પુડ્ડુચેરી વિધાનસભામાં કોંગ્રેસ પોતાની બહુમતી સાબિત કરી શકી નથી. જેથી કોંગ્રેસ સાશનવાળી સીએમ નારાયણસામી સરકાર પડી ગઈ છે. આ અંગે સ્પીકરે જાહેર કર્યું છે કે હવે સરકાર પાસે બહુમતી નથી. માટે સીએમ નારાયણસામીની વિદાય નક્કી છે. પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર પાસે 11 ધારાસભ્યોનું સમર્થન છે જયારે બહુમતી માટે14 ધારાસભ્યોની જરૂર હોવાથી કોંગ્રેસ પાસે બહુમત ન હોવાથી તેની સરકાર પડી ભાંગી છે.
કોંગ્રેસ પાસે 9 ધારાસભ્યો સિવાય 2 DMK અને એક નિર્દલીય ધારાસભ્યનું સમર્થન છે. 33 સભ્યોની પુડ્ડુચેરી વિધાનસભામાં 30 સભ્યો ચૂંટાયેલા છે. અને 3 સભ્યોને કેન્દ્ર સરકાર તરફથી રાખવામાં આવે છે. 2016માં અહીં કોંગ્રેસે 15 સીટો જીતી હતી. જે પૈકી 1 ધારાસભ્ય એન. ધનવેલુને પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે અયોગ્ય જાહેર કરી દેવાયા છે. અને 5 રાજીનામાં આપી દીધા છે. જયારે કોંગ્રેસના 9 ધારાસભ્યો સિવાય 2 DMK અને એક નિર્દલીય ધારાસભ્યનું સમર્થન છે.
ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી દાવો કરી રહ્યા હતા કે તેઓ પાસે બહુમત છે. પુડ્ડુચેરીમાં થોડા સમય પહેલા જ રાહુલ ગાંધી ગયા હતા. બીજેપીના નેતાઓ રાહુલ ગાંધીને નિશાન બનાવી રહ્યા છે અને અમિત માલવિયએ કહ્યું કે રાહુલ ગાંધી પુડ્ડુચેરી ગયા અને તેમની સરકાર પડી ભાંગી.
અહીં સરકારનો કાર્યકાળ 8 જૂને પૂરો થવાનો છે. રાજ્યમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ ધારાસભ્ય એન. ધનવેલુને પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે અયોગ્ય જાહેર કરી દેવાયા છે. નમસ્સિવમ અને થેપયન્થન ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકારે ચાર દિવસ પહેલાં ઉપ-રાજ્યપાલ કિરણ બેદીને હટાવી દીધાં હતાં, તેમની જગ્યાએ તેલંગાણાના ગવર્નર ડો. તિમિલીસાઈ સુંદરરાજનને પુડ્ડુચેરીના LG બનાવવામાં આવ્યા હતા.