રવિવારનો દિવસ પાકિસ્તાનના રાજકારણમાં ઉથલપાથલનો દિવસ હતો. નેશનલ એસેમ્બલીથી લઈને પંજાબ એસેમ્બલી સુધી હોબાળો અને નારાબાજી થઈ હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે પંજાબના ગવર્નર ચૌધરી સરવરને હટાવી દીધા છે. પંજાબ વિધાનસભાનું સત્ર રવિવારે ગૃહના નવા નેતા અને મુખ્ય પ્રધાનની પસંદગી માટે બોલાવવામાં આવ્યું હતું પરંતુ મતદાન કર્યા વિના 6 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.
સત્ર સ્થગિત થયા બાદ મહિલા ધારાસભ્યો સહિત સરકાર અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. એક વાયરલ વિડીઓમાં સરકાર અને વિપક્ષની મહિલા ધારાસભ્યો પંજાબ એસેમ્બલીની અંદર એકબીજાને ધક્કા મારતા અને લડતા જોઈ શકાય છે. મહિલાઓ એકબીજાના વાળ ખેંચતી જોવા મળે છે.
Scenes from the Pakistani Punjab's Assembly as opposition and government lawmakers fight it out with bare hands. The provincial assembly was to vote today to elect the new leader of the house. pic.twitter.com/oVdHBvYLxN
— Sidhant Sibal (@sidhant) April 3, 2022
પાકિસ્તાનમાં સરકાર અને વિપક્ષ વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે હવે મામલો લડાઈ સુધી પહોંચી ગયો છે.રીપોર્ટ અનુસાર નવા વડાપ્રધાનની પસંદગીને લઈને મહિલા ધારાસભ્યો વચ્ચે વિવાદ થયો હતો.