Sunday, January 12, 2025
Homeરાષ્ટ્રીયકોરોનાથી એક જ દિવસમાં 27 દર્દીના મોત : એક્ટિવ કેસ 60,000ને પાર

કોરોનાથી એક જ દિવસમાં 27 દર્દીના મોત : એક્ટિવ કેસ 60,000ને પાર

- Advertisement -

ભારતમાં કોરોના વાયરસના એક્ટીવ કેસોમાં ફરીથી ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે ગઈકાલની સરખામણીએ કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 9,111 નવા કોરોના કેસ નોંધાયા છે. જે ગઈકાલની સરખામણીએ થોડા ઓછા છે.

- Advertisement -

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, એક્ટીવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 60,313 થઈ ગઈ છે. એક દિવસ પહેલા આ આંકડો 57,542 હતો.

કોરોનાથી થતા મૃત્યુઆંક પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 27 લોકોના મોત થયા છે, જેનાથી મૃત્યુઆંક વધીને 5,31,141 થઈ ગયો છે. કોવિડના કુલ કેસની વાત કરીએ તો, સંખ્યા વધીને 4.47 કરોડ થઈ ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular