Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરનવરાત્રિમાં અર્વાચિન દાંડીયા રાસમાં આધાર કાર્ડ લઇ પાસ ઇસ્યૂ કરવા માગ

નવરાત્રિમાં અર્વાચિન દાંડીયા રાસમાં આધાર કાર્ડ લઇ પાસ ઇસ્યૂ કરવા માગ

હિન્દુ જાગરણ મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું : લવ જેહાદ જેવી બાબતમાં દસ્તાવેજોની તપાસ કરવા ધર્મ જાગરણ મંચના પ્રમુખ દ્વારા રજૂઆત

- Advertisement -

આગામી સમયમાં આવનાર નવરાત્રી મહોત્સવમાં જામનગરમાં યોજાતાં તમામ અર્વાચિન દાંડીયા રાસના આયોજકો દ્વારા ફરજિયાતપણે આધાર કાર્ડ લઇ પાસ ઇસ્યૂ કરે તેવું જાહેરનામુ બહાર પાડવાની માગ સાથે હિન્દુ જાગરણ મંચ જામનગર જિલ્લા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત લવ જેહાદ જેવી ગંભીર બાબતમાં યોગ્ય દસ્તાવેજો તપાસ કરવા ધર્મ જાગરણ મંચના પ્રમુખ યુવરાજસિંહ સોલંકી સહીતના આગેવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, છેલ્લા કેટલાંક વર્ષોથી વિધર્મીઓ દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો હોય. જામનગરમાં મોટી સંખ્યામાં અર્વાચિન દાંડીયા રાસના આયોજનો થતાં હોય છે. જેમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ નામ ધારણ કરી આ આયોજનોમાં આવતા હોય છે અને નવરાત્રી પૂર્ણ થયાના એકથી બે મહીનામાં દિકરીઓનું શોષણ થયાના કેસો સામે આવતા હોય છે. આથી અર્વાચીન દાંડીયા રાસના આયોજકો જે પાસ ઇસ્યૂ કરે તે તમામ પાસ ફરજિયાતપણે આધાર કાર્ડ માગી તે મુજબની વિગતો નોંધી પછી જ ઇસ્યૂ કરવા અને તે તમામ ઇસ્યૂ કરેલા પાસની એક કોપી પોતાની પાસે રાખી જો તેમ કરવા કોઇ ચૂક કરે તો તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવું જાહેરનામુ બહાર પાડવા હિન્દુ જાગરણ મંચના જિલ્લા સંયોજક ભરતભાઇ ફલિયા, જયેન્દ્રભાઇ પરમાર, વિપુલભાઇ હિરપરા, અશોકભાઇ સોલંકી, જીતુભાઇ ગાલા, માંડણભાઇ કેશવાલા, કેતનભાઇ ગજરીયા, રાકેશભાઇ લઢા, મોહનસિંહ જાડેજા તથા કમલેશભાઇ ગોહિલ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

તેમજ તા. 3-9-22ના રોજ જામનગર જિલ્લા સેવા સદન સબ રજીસ્ટ્રાર વિભાગ-1માં આંતરધર્મીય લગ્ન માટે અરજી આવી હતી. જેમાં કલેકટરની પરવાનગી વગર આ અરજીની નોંધણી કરી લગ્ન કરનાર વ્યક્તિઓના ફોટાવાળી નિયત નમુનાની નોટીસ નોટીસ બોર્ડ ઉપર લગાડવામાં આવી હતી. જેમાં નોંધણી નં. તથા નોંધણીની તારીખ લખવામાં આવી નથી. આમ જામનગર જિલ્લા સેવા સદન સબ રજીસ્ટ્રાર વિભાગ-1માં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હરેશભાઇ કુકડીયા તથા તેમના સ્ટાફ દ્વારા ગંભીર ભુલ દાખવી હોય, આ નોંધણી રદ્ કરી કર્મચારી તથા સ્ટાફને સસ્પેન્ડ કરી તેની વિરુધ્ધ ગુનો નોંધવા ધર્મ જાગરણ મંચના પ્રમુખ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular