જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં મહિલાના ઘર પાસે આવી શખ્સે મહિલા તથા તેના પરિવારને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી જાતિ વિષયક અપમાનિત કરી પથ્થરનો ઘા માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં મહિલાના ઘર પાસે યુવરાજસિંહ કિરીટસિંહ દેદા નામના શખ્સે બાઈક પર આવી મહિલાને તથા તેના પરિવારને જેમ ફાવે તેમ અપશબ્દો કહી જાતિ વિષયક અપમાનિત કરી હતી તેમજ પતાવી દેવાની ધમકી આપી પથ્થરનો ઘા મારી મહિલાને ઈજા પહોંચાડી હતી. હુમલો કરી અપમાનિત કર્યાના બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા ડીવાયએસપી ડી.પી.વાઘેલા તથા સ્ટાફે યુવરાજસિંહ વિરૂધ્ધ એટ્રોસિટી અને ધમકી આપી હુમલો કર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.