મોટી લાખાણી ગામે યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જામનગરના 58. દિ.પ્લોટમાં રહેતા યુવાનને ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ થયું હતું.
આ અંગેની વિગત મુજબ મોટી લાખાણી ગામે રહેતા ઇડુભાઈ જુલિયાએ શુક્રવારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબોએ મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતું. આ અંગે મુકેશભાઈ બામણીયા દ્વારા જાણ કરાતા હેકો સી.જે.જાડેજા દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરમાં 58 દિ.પ્લોટ ગોળ ના ગોડાઉન વાળી શેરીમાં રહેતા ગજાનન મનોહર મોહિતે (ઉ.વ.33) નામના યુવાનને ઘરમાં ઇલેક્ટ્રિક વાયરમાં શોર્ટ લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતું. અંગે દયાળજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ.પરમાર દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.