Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર માર્કેટીંગ યાર્ડમાં લાભ પાંચમના મુર્હૂત ન સચવાયા...!!

જામનગર માર્કેટીંગ યાર્ડમાં લાભ પાંચમના મુર્હૂત ન સચવાયા…!!

- Advertisement -

જામનગર સહિત રાજયભરમાં સરકાર દ્વારા આજરોજ લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો નથી. અને હાપા માર્કેટીંગ યાર્ડ પણ દિવાળીની રજાઓ બાદ શરૂ થયું નથી. ખેડૂતોને ટેકાના ભાવે કરતાં બજાર ભાવ વધુ મળી રહ્યા હોય જેના કારણે યાર્ડ શરૂ ન થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે. જયારે યાર્ડના સત્તાધિશો દ્વારા સોમવારે સરદાર પટેલ જયંતિની રજા હોય તેાન બદલે લાભ પાંચમની રજા રાખી સોમવારે યાર્ડ ચાલુ રાખવામાં આવનાર હોાવનુ: જણાવાઇ રહયું છે.

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં લાભપાંચમની 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરાઇ છે. દિવાળીના પર્વની રજાઓ બાદ વેપાર ધંધાઓ લાભપાંચમથી શરૂ થતાં હોય છે. પરંતુ હાપા માર્કેટીંગ યાર્ડ લાભપાંચમથી શરૂ ન થતાં ચર્ચાનો મુદો બન્યો છે. લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતી હોય યાર્ડ બંધ રહેતા ટેકાના ભાવે ખરીદીનો પણ પ્રારંભ થયો નથી. આ અંગે હાપા માર્કેટીંગ યાર્ડાન સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું કે,યાર્ડ લાભ પાંચમથી શરૂ થનાર હતું પરંતુ આજે શનિવાર હોય આવતીકાલે રવિવાર તથા સોમવારે સરદાર પટેલની જયંતિની રજા હોય એક દિવસ યાર્ડ ચાલુ રહયા બાદ ફરી બે દિવસની રજા આવતી હોય વેપારીઓની માંગણીને ધ્યાને લઇ શનિવાર લાભપાંચમના યાર્ડ બંધ રાખી સોમવારે યાર્ડ ચાલુ રાખવામાં આવશે.

પરંતુ વાસ્તવિકતા એ છે કે, ખેડૂતોને ટેકાના ભાવે મગફળીમાં મળતા ભાવો કરતાં બજાર ભાવો વધુ મળી રહયા છે. જેથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચાણ માટે આવતા નથી. ટેકાના ભાવ કરતાં બજાર ભાવમાં 200 રૂપિયા જેટલો વધુ ભાવ મળી રહ્યો છે. જેના પરિણામે ખેડૂતો ટેકાના ભાવે ખરીદીમાં રસ દાખવતા નથી જેથી યાર્ડ બંધ રાખવામાં આવ્યું હોવાનું ચચાઇ રહયું છે. લાભ પાંચમથી દિવાળીના પર્વની રજાઓ બાદ વેપાર ધંધા શરૂ થતા હોય છે પરંતુ જામનગર માર્કેટીંગ યાર્ડ આજે લાભ પાંચમથી શરૂ ન થતાં લાભ પાંચમના મુહૂર્ત સચવાયા નથી…!!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular