Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરCCTV - ગાયના ગાળિયામાં મારુ ગળુ કપાતા-કપાતા રહી ગયું....!

CCTV – ગાયના ગાળિયામાં મારુ ગળુ કપાતા-કપાતા રહી ગયું….!

જામનગરમાં પશુ માલિકની બેદરકારીથી મહિલાને ગળેટૂંપો : પોલીસ લાઈન નજીક ગાયને પકડવા માલિકએ ખેંચેલો દોરડાનો ગાળિયો મહિલાના ગળામાં : ગાય સાથે 50 ફૂટ ઢસડાઇ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરોના ત્રાસના કારણે અવાર-નવાર અકસ્માતોમાં શહેરીજનોનો ભોગ લેવાતો હોવાની ઘટનાઓ બનતી રહે છે. તેમજ અમુક ઘટનાઓમાં અબોલ પશુ દ્વારા શહેરીજનો ઉપર હુમલો કરવાના બનાવો પણ બન્યા છે ત્યારે શહેરમાં પોલીસલાઈન નજીક આવી જ એક ઘટના બની હતી. જેમાં એક પશુ માલિક તેની ગાયને ગાળિયો પહેરાવીને પકડવા જતો હતો ત્યારે માલિકના હાથમાંથી ગાળિયો છૂટી જતા ગાય દોડવા લાગી હતી અને તે જ સમયે પસાર થતી મહિલાના ગળામાં ગાળિયો ફસાઈ જતાં ગળેટૂંપો આવી જતાં મહિલા ગાય સાથે 50 ફૂટ ઢસડાઈ હતી. ત્યારે મહિલા સાથે રહેલી અન્ય મહિલાએ સતર્કતા દાખવીને મહિલાના ગળામાંથી ગાળિયો કાઢયો હતો. આ અકસ્માતમાં ગળેટૂંપો આવેલી મહિલાને તાત્કાલિક જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મહિલાનો બચાવ થયો હતો. શહેરમા જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

- Advertisement -

અરેરાટી જનક આ ઘટનાથી વહીવટી તંત્રએ શહેરના રાજમાર્ગો પર રખડતા અબોલ પશુઓ અંગે ગંભીરતાથી વિચારણા કરી કાયમી ઉકેલ માટે પ્રયાસ કરવો જરૂરી બની ગયો છે. તંત્રએ હજુ સુધી ગંભીરતા દાખવી નથી અને આવી ઘટનાઓમાં ઘણી વખત શહેરીજનોના ભોગ લેવાતા હોય છે. જે તંત્ર માટે ભલે અસરકારક સાબિત ન થતાં હોય પરંતુ તેમના પરિવારજનો માટે તો આફતરૂપ જ ઘટનાઓ ઘટે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular