જામનગર શહેર અને જિલ્લામાં હથિયાર ધારકોનો પરવાનો પૂર્ણ થઇ ગયો હોવા છતાં પોતાના કબ્જામાં હથિયારો રાખતાં હોય જેથી પોલીસ દ્વારા કાર્યવાહી અંતર્ગત 96 હથિયારો એસઓજીની ટીમે પોલીસ સ્ટેશનમાં જમા કરાવડાવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં રહેલાં હથિયાર ધારકોના પરવાના અંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એસઓજી ઇન્ચાર્જ પીઆઇ આર.વી.વિંછી તથા સ્ટાફે હથિયાર પરવાના સમયની વિગતો તપાસવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં 96 હથિયાર ધારકોના પરવાના પૂર્ણ થઇ ગયા હોવા છતાં તેઓએ હથિયાર પરવાના રિન્યુ કરાવ્યા ન હતાં. જેથી એસઓજીની ટીમે આ 96 હથિયાર ધારકોના હથિયાર લગત પોલીસ સ્ટેશનમાં જમા કરાવડાવાની કાર્યવાહી હાથ ધરી હતી.