Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ત્રણ જૂગાર દરોડામાં 13 શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં ત્રણ જૂગાર દરોડામાં 13 શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરમાં સાત નાલા પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા પાંચ શખ્સોને પોલીસે રૂા.19,280 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં કલ્યાણજીના મંદિર પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.15,140 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુુકાના ધુંવાવ હાઉસીંગ બોર્ડ પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.13,450 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં જૂગારદરોડામાં પ્રથમ દરોડો જામનગર શહેરના સાતા નાલા પાસે આવેલ સદગુરૂ સોસાયટી નજીક જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રફીક ઉમર નાઈ, આરીફ ઉમર ઘોઘા, હુશેન ઈસા આમરા, સરફરાજ અજીઝ હાલેપૌત્રા, ઓધવજી ઉર્ફે ભીખુ બચુ શિંગડિયા નામના પાંચ શખ્સોને રૂા.10280 ની રોકડ રકમ અને 9 હજારની કિંમતના ચાર નંગ મોબાઇલ મળી કુલ રૂા.19280 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ રેઈડ પૂર્વે અજીત કાસમ હાલેપૌત્રા નામનો શખ્સ નાશી ગયો હોય જેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો દરોડો, જામનગર શહેરમાં કલ્યાણજીના મંદિર પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પંકજ વિઠ્ઠલદાસ મોનાણી, મહેશ ધીરજલાલ જડિયા, વિનોદ હરસુખલાલ ભુવા, કૌશિક હિરાલાલ શાહ, દિપક ચમનલાલ પાટલિયા નામના પાંચ શખસોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.15140 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર તાલુકાના ધુંવાવ હાઉસીંગ બોર્ડ પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પ્રફુલ્લ ઉર્ફે પાબો ખજુરિયા ભદ્રા, સુનિલ ઉર્ફે સુલકો સુરેશ મારુ, સલીમ ચાંદશાહ શાહમદાર નામના ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.13450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular