જામનગરમાં ઢીચડા રોડ પર આવેલા ન્યુ બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીએ તેણીના ઘરે કોઇ કારણસર જિંદગીથી કંટાળી અગ્નિસ્નાન કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા ન્યુ બાલાજી પાર્ક 3 માં શેરી નં.2 માં રહેતા રોશનીબેન વિનોદ રાઠોડ (ઉ.વ.26) નામની પરિણીત યુવતીએ ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે કોઇ કારણસર અગ્નિસ્નાન કરતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ વિનોદભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.