Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સઆઈપીએલ 2023 માં દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓનો લાખોનો સામાન ચોરાયો

આઈપીએલ 2023 માં દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓનો લાખોનો સામાન ચોરાયો

- Advertisement -

આઈપીએલ સીઝન ચાલી રહી છે ત્યારે દિલ્હી કેપિટલ્સ કે જે અત્યાર સુધીમાં એક પણ મેચ જીતી શકી નથી. સતત પાંચ મેચ હાર્યા બાદ ગુરૂવારે મેદાનમાં ઉતરશે. તે પહેલાં ટીમમાં હલચલ મચી હતી. એએનઆઈ સમાચાર મુજબ દિલ્હીની ટીમના ખેલાડીઓનો સામાન ચોરાઈ ગયો છે.

- Advertisement -

કેપ્ટન ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ફિલ સોલ્ટ, યશ ધુલ સહિત ઘણાં ખેલાડીઓનો લાખોનો સામાન થાઈ પેડ, હેન્ડ ગ્લોજ, બુટ, ચપ્પલ, મીની પેડ અને લાખોની કિંમતના સનગ્લાસનો સમાવેશ થાય છે. ટીમના લગભગ તમામ ખેલાડીઓના બેટ ચોરાઈ ગયા છે. યશુ ધુલના સૌથી વધુ 5 બેટ ચોરાઈ ગયા દિલ્હી કેપિટલ્સ આ મામલે પોલીસની મદદ લઇ રહી છે. આ ચોરીમાં 17 બેટ, 3 થાઈપેડ,7 હેન્ડ ગ્લોવ્સ, 3 મેન પેડ, 3 શુઝ, 2 સનગ્લાસ ચોરાયા છે તેવું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular