જન્મદિવસની ઉજવણીમાં યુવતીના ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીઓ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો છે. જેમાં એક યુવતીએ પોતાની બર્થડે પાર્ટીમાં બંદુક વડે હવામાં ફાયરીંગ કર્યું હતું. આ વિડીઓના આધારે પોલીસે તેણી વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#india #uttarpradesh #firing #birthday #Video
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં બર્થડે સેલિબ્રેશન દરમિયાન યુવતીએ બંદુકથી હવામાં ફાયરીંગ કર્યું
પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી કરી #Viralvideonews pic.twitter.com/IpmKFwQnMp
— Khabar Gujarat (@khabargujarat) December 24, 2021

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં બર્થડે પાર્ટી દરમિયાન બંદૂકથી ફાયરિંગ કરતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી ડાન્સ કરતી જોવા મળી રહી છે અને બેકગ્રાઉન્ડમાં જોરથી મ્યુઝિક વાગી રહ્યું છે. ડાન્સ કરતી વખતે, છોકરી બંદૂકથી હવામાં ફાયરીંગ કરે છે.
આ ઘટનાનો વીડિયો શેર કરતા ટ્વિટર યૂઝરે લખ્યું કે નગર કોટવાલી ક્ષેત્રના રામલીલા ટિલ્લા નિવાસી યુવક આકાશ ડાહરિયા અને તની બહેનનો ફાયરિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વ્યક્તિની ફરિયાદ પર મુઝફ્ફરનગર પોલીસે ટ્વિટર પર જ જવાબ આપ્યો અને જણાવ્યું કે સંબંધિત કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.


