પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ પહોંચ્યા છે. ભોપાલમાં યોજાનાર કમ્બાઇન્ડ કમાન્ડર કોન્ફરન્સમાં તેઓ હાજરી આપશે. તેમજ મધ્યપ્રદેશને વન્દે ભારત એકસપ્રેસ ટ્રેનની પણ ભેટ આપશે. દરમ્યાન મધ્યપ્રદેશના ઈન્દોરમાં સર્જાયેલી વાવ દુર્ઘટનાને પગલે ભોપાલમાં પ્રધાનમંત્રીનો રોડ શો અને સ્વાગત કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના ઇન્દોરમાં રામનવની પર બાલેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી વાવમાં થયેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભોપાલ યાત્રા દરમિયાન તેમના એક ટૂંકા રોડ શો અને તેમના ભવ્ય સ્વાગતની યોજના પડતી મૂકી છે. હવે આ કાર્યક્રમ નહીં યોજાય.પીએમ મોદી ભોપાલમાં પહેલાથી નક્કી કમ્બાઈન્ડ કમાન્ડર કોન્ફરન્સમાં જોડાશે અને વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલીઝંડી બતાવશે.