Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર4 વર્ષમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરે 104 ક્રમની છલાંગ લગાવી

4 વર્ષમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરે 104 ક્રમની છલાંગ લગાવી

આ વર્ષે 23માં ક્રમે રહેલાં જામનગરનો સ્વચ્છતા એવોર્ડ મેયર અને શાસક જૂથના નેતાએ સ્વીકાર્યો

- Advertisement -

તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં દેશભરના શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણનો ક્રમ જાહેર થયો તેમાં ગતવર્ષની સરખામણીએ જામમનગર શહેરે પાંચ ક્રમ આગળનો નંબર મેળવીને પ્રગતિ કરી છે. જામનગરને સ્વચ્છતા સર્વેક્ષણમાં ગતવર્ષે 28મો ક્રમ મળ્યો હતો. આ વર્ષે 2021-22માં 23મો ક્રમ પ્રાપ્ત થયો છે. જેનું શ્રેય સોલિડ વેસ્ટ વિભાગે કચરા પ્રત્યે લોકોમાં આવેલી જાગૃતિને આપ્યું છે.

- Advertisement -

દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વે પરિક્ષણ બાદ શહેરનો ક્રમ જાહેર કરવા યોજાયેલા સમારોહમાં મેયર બીનાબેન કોઠારી, શાસકપક્ષ જુથના નેતા કુસુમબેન પંડયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ વર્ષે જામનગર શહેરને 23મો ક્રમ મળ્યો છે. અગાઉના વર્ષોની વાત કરીએ તો જામનગરને વર્ષ 2018માં 127મો, 2019માં 80મો, 2020માં 28મો અને વર્ષ 2021માં 23મો ક્રમ મળ્યો હતો.

આમ જામનગર શહેરએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉત્તરોતર પ્રગતિ કરી છે. તે હકીકત ક્રમ દર્શાવે છે. જો કે, ગ્રાઉન્ડ લેવલની સ્થિતિમાં કેટલાક સ્થળોએ કચરો ન ઉપડતો હોવાથી છૂટક ફરીયાદ વિવિધ વિસ્તારોમાંથી ઉઠતી રહી છે.
સોલિડ વેસ્ટ વિભાગના ક્ધટ્રોલિંગ અધિકારી મુકેશભાઇ વરણવા જણાવે છે કે, લોક જાગૃતિ વધવા સાથે શહેરનો ક્રમ આગળ ધપતો જાય છે. આગામી સમયમાં આ ક્રમ હજૂ વધુ આગળ જાય તેવી લોક જાગૃતિની લોક ભાગીદારીની અપેક્ષા છે.

- Advertisement -

જામનગર શહેરમાં દરરોજ 350 જેટલા સ્થળોએથી ક્ધટેઇનરો મારફત અને 16 વોર્ડોમાં ડોર-ટુ-ડોર કચરો એકઠો કરીને મહાનગરપાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગ ગુલાબનગર પાછળ આવેલી ડમ્પીંગ સાઇટ પર દૈનિક 350 ટન ઘન કચરો ઠાલવી રહ્યો છે. જે માટે બે કોન્ટ્રાકટરોને રૂા. 1.5 કરોડ જેટલા નાણા ચૂકવાય છે. શહેરમાંથી કચરો ઉપાડવાની કામગીરીમાં કોન્ટ્રાકટરોના નાના-મોટા 150 જેટલા વાહનો સવારથી કામે લાગે છે. ઉપરાંત મહાનગરપાલિકાને 1334 કાયમી અને અન્ય રોજમદારો મળીને દૈનિક 1500 લોકો કચરો દૂર કરવાની કામગીરી કરે છે.

કચરાનો બાળીને નિકાલ કરીને તેમાંથી દર કલાકે 7.5 મેગાવોટ વિજળી પેદા કરવાનો દેશનો પ્રથમ પ્રોજેકટ જામનગરમાં તૈયાર છે. આ ઉપરાંત કચરાના વર્ગીકરણ માટેનો એક પ્લાન્ટ રંગમતિ નદી નજીક તૈયાર થઇ રહ્યો છે. આ બન્ને પ્લાન્ટો પૂર્ણ રીતે કામ કરતા થઇ ગયા બાદ શહેરમાં કચરાના ઢગલાઓનું સર્જન નહીં થાય અને નિકાલની સૌથી આધુનિક વ્યવસ્થા ગોઠવાઇ જશે. તેવી આશા અધિકારીઓ સેવી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular