Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયવિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર....

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર….

- Advertisement -

ભારતમાં વિદ્યાર્થીઓ અત્યારે એકી સાથે બે ડીગ્રી કોર્સ કરી શકતા નથી. પરંતુ સરકાર નવી યુગની નવી શિક્ષણ નીતિ ઘડવાની તૈયારી કરી કર્યું છે. અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC) દ્વારા વિદ્યાર્થીઓને એકી સાથે બે ડીગ્રી કોર્સ કરવાની મંજુરી આપવામાં આવી છે. આગામી શૈક્ષણિક સત્ર 2022-23માં વિદ્યાર્થીઓ એક સાથે 2 ડિગ્રી કોર્સમાં પ્રવેશ લઈ શકે તેવી શિક્ષણ નીતિ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી શકે છે. આ નિયમ નવા વિદ્યાર્થીઓ તેમજ પહેલાથી કોઈપણ અભ્યાસક્રમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. બીજા કે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈપણ નવા ડિગ્રી કોર્સમાં પ્રવેશ લઈ શકશે.

- Advertisement -

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના અધ્યક્ષ જગદીશ કુમારે મંગળવારે જાહેરાત કરી હતી કે વિદ્યાર્થીઓ હવે એક જ યુનિવર્સિટીમાંથી અથવા વિવિધ સંસ્થાઓમાંથી એક સાથે બે પૂર્ણ-સમયના ડિગ્રી કોર્ષ કરી શકશે. કમિશન ટૂંક સમયમાં આ અંગે વિગતવાર માર્ગદર્શિકા જારી કરશે.

વિદ્યાર્થી એક જ કોલેજમાંથી બે ડિગ્રી કોર્સ કરી શકશે અથવા બે અલગ-અલગ કોલેજમાંથી તો બે કોર્સ કરી શકશે પરંતુ વિદ્યાર્થીઓને હવે બે અલગ-અલગ યુનિવર્સિટીમાંથી એક સાથે બે સંપૂર્ણ સમયના સ્નાતક કક્ષાના કોર્ષ કરવાની મંજુરી આપવામાં આવશે. જો વિદ્યાર્થી ઈચ્છે તો એકી સાથે એક કોર્સ ભારતની યુનિવર્સિટી અને એક કોર્સ વિદેશની કોઈ કોલેજમાં કરી શકશે. આગામી સત્રથી સરકાર આ નવી શિક્ષણ વ્યવસ્થા લાગુ કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular