નવા ઓમિક્રોન વેરિઅન્ટના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની સફળતામાં, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ દ્વારા વિકસિત કિટને મંજૂરી આપી છે. ટાટા દ્વારા વિકસાવવામાં આવેલી કોવિડ કીટને ‘ઓમીસ્યોર’ નામ આપવામાં આવ્યું છે અને તે ઓમિક્રોન વેરિઅન્ટની ચકાસણી માટે સફળ સાબિત થઇ શકે છે.
Omisure ટેસ્ટ કીટ અન્ય કોઈપણ RT-PCR ટેસ્ટ કીટની જેમ કામ કરશે. આ કીટ સાથે પરીક્ષણ માટે નાક અથવા મોં માંથી સ્વેબ પણ લેવામાં આવશે. પછી ટેસ્ટ રિપોર્ટ 10 થી 15 મિનિટમાં આવશે. Omisure સાથે પરીક્ષણ કરવાની પદ્ધતિ અન્ય RT-PCR પરીક્ષણોથી અલગ નહીં હોય.
હાલમાં, અમેરિકન કંપની થર્મો ફિશરની મલ્ટીપ્લેક્સ કીટનો ઉપયોગ દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના પરીક્ષણ માટે કરવામાં આવી રહ્યો છે. આ કિટ S-Gene Target Failure (SGTF) વ્યૂહરચના પર આધારિત છે. ઓમિક્રોન વેરિઅન્ટ એસ-જીનમાં બહુવિધ પરિવર્તનો ધરાવતું હોવાથી, એસજીટીએફ વ્યૂહરચના ઓમિક્રોન દર્દીઓમાં એસ-જીનની ગેરહાજરી દર્શાવે છે. સરકારી એજન્સીઓ 20 થી 30 રૂપિયાના દરે RT-PCR કિટ ખરીદી રહી છે. જોકે, થર્મો ફિશર કીટની કિંમત 240 રૂપિયા છે.
દેશમાં અત્યાર સુધી ઓમીક્રોનના 1900 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે જે પૈકી 766 સ્વસ્થ થયા છે.ઓમીક્રોન સંક્રમણના પરિણામે દેશમાં કોરોનાના કેસ પણ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 37379 કેસ નોંધાયા છે.