ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રોજ કેબીનેટની બેઠક મળી હતી. ત્યારબાદ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની બાબતો જણાવી હતી. તેઓએ કહ્યું હતું કે ગુજરાત સરકાર આગામી સમયમાં 1000 નવી બસો ખરીદશે. 500 સુપર એક્સપ્રેસ બસો પણ ફાળવવાનો નિર્ણય કરાયો. 200 સ્લિપર કોચ બસો પણ ફાળવવામાં આવશે.
વાઘાણીએ કહ્યું કે, ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરવા માટે કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે. 2440 કરોડ રૂપિયાના ખર્ચે 135 કિમીની નવી લિંક સાથેનો આ કોસ્ટલ હાઈવે બનશે. જે બોરસદ, તારાપુર, વટામણ, ધોલેરા થઇને ભાવનગર રસ્તો જાય છે, તેમના સ્થાને ખંભાત, કાળા તળાવ અને આંબલી પાટીયા સુધીની લિંકને જોડતો નવો રસ્તો બનશે. જેના લીધે સુરત અને મુંબઈ જવા માટે 80કિમીનું અંતર ઘટી જશે.
બેઠકમાં આગામી બજેટને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. બજેટમાં જનતાની સુખાકારીને પ્રાથમિકતા અપાશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત રાજ્યમાં ટ્રાફિકને હળવો કરવા માટે ભરૂચ પાસે એક નવો ઓવરબ્રિજ બનાવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શબરી ધામ સુધી 1570 કરોડનાં ખર્ચે ટુરિસ્ટ સર્કિટ બનાવાશે