Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતકેમેરાની મદદથી આપવામાં આવતાં ઈ-મેમો ગેરકાયદે ?!

કેમેરાની મદદથી આપવામાં આવતાં ઈ-મેમો ગેરકાયદે ?!

- Advertisement -

ગુનાખોરી અટકાવવા અને ગુનેગારોનું, આરોપીઓનું પગેરૂં મેળવવાના આશયથી લગાવવામાં આવતા સીસીટીવી કેમેરાનો ઉપયોગ પોલીસ દ્વારા વાહનચાલકોને ઈ-મેમો આપવા માટે કરવામાં આવી રહ્યો છે. આ રીતે ગુજરાત પોલીસે કરોડો રૂપિયા પ્રજાના ખિસ્સામાંથી ખંખેરી લીધા છે. આ કામગીરી સામે સમગ્ર રાજ્યમાં રોષ ભભૂકી રહ્યો છે અને આગામી ચૂંટણીમાં પણ આ મુદ્દો સરકાર-શાસક પક્ષ માટે પડકારરૂપ બની શકે એવી શક્યતા વચ્ચે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવતા ટ્રાફિક ઈ-ચલણ (ઈ-મેમો)ની પ્રક્રિયા સામે હાઈકોર્ટમાં અરજી ફાઈલ કરવામાં આવી છે. જેમાં અરજદારે ટ્રાફિક ઈ મેમો સિસ્ટમને ગેરકાયદે જાહેર કરવા માગ કરી છે.

- Advertisement -

ટ્રાફિક ઈ-મેમો આપવાનું બંધ કરો અને ઓટોરિક્ષા ચાલકોને આપવામાં આવેલા ટ્રાફિક ઈ મેમો રદ કરવાની માગ સાથે અરજીમાં અરજદારે રજૂઆત કરી છે કે ટ્રાફિક પોલીસને ઈ-મેમો આપવાની કોઈ જ સત્તા આપવામાં આવી નથી. પોલીસ દ્વારા આપવામાં આવતા ઈ મેમો ગેરકાયદે છે. રાજ્યમાં કોઈ નીતિ-નિયમ કે જાહેરનામુ કે પરિપત્ર દ્વારા પોલીસને ઈ મેમો આપવાની સત્તા અપાઈ નથી.

આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવતા ઈ મેમો ફરજીયાત ભરવા પડે છે અને તેને કોર્ટમાં પણ પડકારી શકાતા નથી. ટ્રાફિક પોલીસ જિલ્લા કે રાજ્ય બહારના વાહનોને ઈ મેમો આપી શકતી નથી પરંતુ જિલ્લાના વાહનોને ટ્રાફિક ઈ મેમો અપાય છે. ટ્રાફિક પોલીસ મોટાભાગે ઓટોરિક્ષા ચાલકોને ઈ મેમો આપે છે. ઓટોરિક્ષા ચાલક નજીવી રોજગારી મેળવે છે. તેમાં ઈ મેમોથી તેમની રોજગારીને અસર થાય છે. આ તમામ મામલે કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular