Thursday, September 19, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત સહીત આજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત, જાણીલો નિયમો

ગુજરાત સહીત આજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત, જાણીલો નિયમો

- Advertisement -

ગુજરાત સહીત સમગ્ર દેશમાં આજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત થઇ ગયો છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ રવિવારે રાત્રે 12 વાગ્યાથી તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાના નિર્દેશ આપી દીધા હતા. હવેથી વાહનોનો ટોલ ફરજીયાત ફાસ્ટેગ મારફતે જ આપવાનો રહેશે. અને જે જ ફાસ્ટેગ મારફતે ટોલ નહિ આપવામાં આવે તો બમણો ટેક્સ ચૂકવવો પડશે. અમદાવાદ સહિત રાજ્યના 67 ટકા વાહનોમાં ફાસ્ટેગ હોવાનો દાવો અધિકારીઓએ કર્યો છે. સમગ્ર દેશના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ અમલી થતાં રોકડ વ્યવહાર કરવો પડશે નહીં.

- Advertisement -

NHAIએ અગાઉ 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેને દોઢ મહિના માટે વધારી દેવામાં આવ્યો હતો, અને 15 ફેબ્રુઆરીથી જ અનિવાર્ય રૂપથી ટોલની ચૂકવણી ફાસ્ટેગથી જ કરવાનો નિર્ણય કરાયો હતો. ફાસ્ટેગથી દરરોજ લગભગ 89 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. NHAIએ સમગ્ર ટોલ પ્લાઝા પર 100 ટકા કેશલેશ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નેશલન પેમેંટ કોર્પોરેશન ઓફ ઈંડિયાએ ફાસ્ટેગની કિંમત 100 રૂપિયા નક્કી કરી છે. આ ઉપરાંત 200 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડે છે.

જાણો શું છે FASTag

- Advertisement -

FASTag રેડિયો ફ્રિકવન્સ આઈડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજી પર કામ કરે છે. FASTagની કોઇ એક્સપાયરી ડેટ હોતી નથી.

ફાસ્ટેગ જ્યાં સુધી રીડેબલ હોય છે ત્યાં સુધી ઉપયોગ કરી શકાય છે. તેમાં કોઈ છેડછાડ પણ કરી શકાતી નથી.

- Advertisement -

ટોલ પ્લાઝા પર પણ ફાસ્ટેગ મેળવી શકાય છે.

FASTagની મદદથી તમારે ટોલ ટેક્સ પર વાહનને વધારે સમય સુધી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે. જેવું વાહન ટોલ પ્લાઝા પાર કરશે કે તરત વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાં આવેલા FASTagથી લિંક્ડ બેંક એકાઉન્ટ, પ્રીપેડ વોલેટથી ટોલ કપાઈ જશે.

ઓનલાઈન અને ઓફલાઈન એમ બંન્ને રીતે ફાસ્ટેગ ખરીદી શકાય છે.

ફાસ્ટેગને ઓનલાઇન યુપીઆઈ અથવા ક્રેડિટ કાર્ડ રિચાર્જ કરી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular