રાજકોટ રેન્જ આઇજીએ હળવદ પોલીસ સ્ટેશનની વિઝીટ કર્યા બાદ પાંચ જવાનોને સસ્પેન્ડ કરવાનો અને પીઆઇ તથા પીએસઆઇ સહિતના આઠ પોલીસ કર્મીઓને બદલી કરવાનો આદેશ કરતાં પોલીસ બેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.
આ અંગેની વિગત મુજબ રાજકોટ રેન્જ આઇજી સંદિપ સિંધે હળવદ પોલીસ સ્ટેશનનું નિરિક્ષણ અને વિઝિટ કર્યા બાદ આ પોલીસ સ્ટેશનના યોગેશ દાન ગઢવી, જયપાલસિંહ ઝાલા, વિક્રમભાઈ શિહોરા, હરપાલસિંહ રાઠોડ, અન્ય એક પોલીસ જવાન વિનેશભાઈ ખરાળીને તાત્કાલીક સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. ઉપરાંત હળવદ પોલીસ સ્ટેશનમા ફરજ બજાતા પીઆઇ, પીએસઆઇ, સહિતના અધિકાર તેમજ પોલીસ જવાનોની બદલી અને પીઆઇ પી.એ.દેકેવાડિયા, પીએસઆઈ પી.જી.પનારા અને સ્ટાફના અરવિંદ જાપડિયા, કિશોર પારધી, યોગેશદાન ગઢવી, દેવેન્દ્ધસીંહ ઝાલા, મુમા કલોત્રા, ગીરીશદાન ટાપરીયા, સુરેશદાન ટાપરીયા, ચંદુ ઈન્દ્રલીયા સહિતના પોલીસકર્મીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.
હળવદ પોલીસ સ્ટાફના પાંચ કર્મચારીને સસ્પેન્ડ કરતાં આઇજી
પીઆઇ-પીએસઆઇ સહિત આઠ જવાનોની બદલી : પોલીસબેડામાં ફફડાટ