આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્ત થવા લાગ્યા છે. સોશિયલ મીડિયાના આ યુગમાં જ્યારે માહિતીનું આદાન પ્રદાન ખુબ જ સરળ બન્યું છે ત્યારે લોકો હેલ્થને લઇને ઘણી માહિતીનું આદાન પ્રદાન કરતા જોવા મળે છે. વળી આ ભાગાદોળીવાળી લાઈફસ્ટાઈલમાં માણસ ઉમર કરતા વહેલો વૃદ્ધ થઈ રહ્યો છે. કયાંકને કયાંક માનસિક તાણ તેને પકવી રહી છે. તો વળી આજકાલને ફુડ હેબિટસ પણ કયાંક તેની સહભાગી થઈ રહી છે ત્યારે ખુબ જ જરૂરી છે કે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત્ત થવું જરૂરી છે. ત્યારે હેલ્ધી અને ફીટ રહેવા માટે રોજ તમારી ડાયેટમાં આ સીડ્સને ઉમરેવા ખુબ જરૂરી છે.
આજકાલ લોકો સ્વસ્થ અને ફીટ રહેવા માટે વિવિધ પ્રકારના આહાર, પુરક અને મોંઘા ઉત્પાદનોનો આશરો લે છે પરંતુ, શું તમે જાણો છો કે તમારા ઘરમાં મળતા નાના સીડ્સ તમારા સ્વાસ્થ્ય માટે સુપરફુડ તરીકે કામ કરે છે… જે શરીરને જરૂરી પોષણ આપે છે પરંતુ, હૃદયરોગ, ડાયાબિટીસ, કબજિયાત જેવી સમસ્યાઓથી પણ રક્ષણ આપે છે. તો ચાલો જાણીએ કે તે બીજ (સીડ્સ) કયા છે અને તેને ખાવાથી શું ફાયદાઓ થાય છે.
પમકીન સીડ્સ (કોળાના બીજ) :-
કોળાના બીજ ઘણાં પોષકતત્વોથી ભરપુર હોય છે. જે આપણા શરીર માટે જરૂરી છે જેના સેવનથી હૃદય સ્વસ્થ રહે છે. સાંધાના દુ:ખાવામાં રાહત મળે છે. વાળ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે. આમ વિટામિન સી નો પણ તે સારો સ્ત્રોત છે. તેમાં ફાઈબર અને હેલ્ધી ફેટ્સની સાથે સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે. જે કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. બીજમાં હાજર મેગ્નેશિયમ બ્લડપ્રેશરના સ્તરને નિયંત્રિત કરે છે. કોળાના બીજા વિશે વાત કરીએ તો રોજ એકથી બે ચમચી કોળાના બીજ ખાવાથી સ્વાસ્થ્યની સાથે-સાથે વાળ માટે પણ તે ફાયદાકારક છે પરંતુ, તેની માત્રાનું ધ્યાન રાખવું જરૂરી છે. નિષ્ણાંતો કહે છે કે આ બીજ મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં મેગ્નેશિયમ અને વિટામિન કે હોય છે. જે પીરિયડ્સ દરમિયાન દુ:ખાવો અને ખેંચાણ ઘટાડવામાં મદદ કરે છે તેમાં રહેલું ઝિંક મહિલાઓમાં પ્રજનન ક્ષમતા અને હોર્મોનલ સંતુલન સુધારવામાં મદદ કરે છે.
તકમરિયા (ચિયા સીડ્સ) :-
કેટલાંક લોકો તકમરિયાનો ઉપયોગ કરવાની સાચી રીત જાણતા નથી. સારી ગુણવતાના ચિયા બીજ કુદરતી રીતે સફેદ કે કાળા હોય છે. આ નાના કાળા બીજ ફાઈબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ અને અન્ય ઘણાં મેક્રોન્યુટ્રિઅન્ટસથી તે ભરપુર હોય છે. તકમરિયા સુપરફુડ છે ત્યારે તે સરળતાથી મળી જાય છે પરંતુ, સારી ગુણવતાના ચિયા બીજ કુદરતી રીતે સફેદ કે કાળા હોય છે. તકમરિયાને સ્મુધી, જ્યુસ અથવા સુપમાં ઉમેરી શકાય છે. દરરોજ 1-2 ચમચી તકમરિયાના બીજ ખાવાની ભલામણ કરવામાં આવે છે.
ફ્લૈકસ સીડ્સ (અળસીના બીજ) :-
ફ્લૈકસ સીડ્સમાં ભરપુર માત્રામાં ફાયબર હોય છે જેને દરરોજ ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે તેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યા નિવારી શકાય છે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ છે. જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. અળસીના બીજમાં આયરન, ઝીંક, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, વિટામિન એ, કેરોટીન સહિતના તત્વો રહેલા હોય છે. જેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે ત્યારે વારંવાર બિમાર પડવાનો ખતરો ઘટી જાય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે કે હૃદય સંબંધિત બિમારીઓથી બચાવવા માટે અળસી મદદરૂપ થાય છે. આયુર્વેદમાં એટલું કહેવાયું છે કે અળસીના સેવનથી મન, મગજ પ્રસન્ન રહે છે. સારા વિચાર આવે છે. બુધ્ધિ વધે છે, સ્મરણ શકિત વધે છે. શરીરમાં એક અલગ શક્તિનો સંચાર થાય છે. અળસી અલ્ઝાઈમર્સ અને ડિપ્રેશનમાં પણ ફાયદાકારક છે.
સનફલાવર સીડ્સ (સુરજમુખીના બીજ) :-
સનફલાવર સીડ્સમાં વિટામિન ઇ, હેલ્ધી ફેટ, પ્રોટીન અને મિનરલ્સ જેવા મેગ્નેશિયમ અને સેલેનિયમ જોવા મળે છે. રોજ આ બીજ ખાવાથી સ્કિન હેલ્દી રહે છે, ઈમ્યુનિટી વધે છે, બ્રેઈન ફંકશન વધુ એક્ટીવ બને છે, અને સેલ્સ વધુ માત્રામાં બનવા લાગે છે તે એન્ટી ઓક્સીડેન્ટસથી ભરપુર છે. જે ક્રોનિકલ ડિસીઝથી બચાવે છે. આ બીજ શરીરને જરૂરી પોષકતત્વો પ્રદાન કરે છે અને આપણને રોગો સામે લડવાની શક્તિ આપે છે. તેને આપણને રોગો સામે લડવાની શક્તિ આપે છે. તેને આહારમાં એડ કરવું ખુબ જ ફાયદાકારક છે તેમાં વિટામિન ઈ અને સેલેનિયમ ભરપુર માત્રામાં હોય છે. જે ફેફસાના કોષોને રિપેર કરવામાં મદદ કરે છે. આ બીજ શરીરને ડિટોક્સિફાય કરવામાં અને ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
હેમ્પ સીડ્સ (શણના બીજ) :-
હેમ્પ સીડ્સમાં પ્રોટીન, ફાયબર અને ઓમેગા-3 અને ઓમેગા-6 જેવા હેલ્દી ફેટી એસિડ ભરપુર માત્રામાં મળી રહે છે. જેના ઉપયોગથી હૃદયનું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે અને બ્રેન ફંકશન સારી રીતે કામ કરે છે તેમજ ત્વચાને લઇને કોઇ સમસ્યાઓ હોય તો તે દૂર થાય છે. શણના બીજ તમારી સ્કિનને હેલ્ધી રાખે છે. તો વાળથી લઇ દિમાગ અને હૃદય માટે સુપરફુડ સાબિત થઈ શકે છે. હેમ્પ સીડ્સને વજન ઘટાડવા માટે સારા માનવામાં આવે છે કારણ કે તે પ્રોટીનથી ભરપુર છે તે મેટાબોલિઝમ સુધારે છે. શરીરને ગુડ ફેટ મળે છે તે કિટોડાયટ માટે ઉત્તમ માનવામાં આવે છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


