Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયબિહારમાં સરકાર વિરૂધ્ધ પ્રદર્શન કરશો તો સરકારી નોકરી નહીં મળે

બિહારમાં સરકાર વિરૂધ્ધ પ્રદર્શન કરશો તો સરકારી નોકરી નહીં મળે

- Advertisement -

બિહારની જેડીયુ અને ભાજપ સરકાર તથા મધ્યપ્રદેશની ભાજપ સરકારે બહાર પાડેલા ચિત્ર-વિચિત્ર આદેશ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યા છે. બિહાર સરકારે એવો આદેશ બહાર પાડયો છે કે, સરકાર વિરૂધ્ધ પ્રદર્શન કરનારને સરકારી નોકરી નહીં મળે. તો બીજી મધ્યપ્રદેશની શિવરાજ સરકારે તમામ સરકારી કચેરીઓની સફાઇ ગૌ મૂત્રમાંથી બનેલા ફિનાઇલથી કરવાનો આદેશ કર્યો છે.

- Advertisement -

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના એક વિચિત્ર આદેશથી ભારે વિવાદ સર્જાયો છે. નીતીશ કુમારના આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ રાજ્યમાં સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરશે તો પોલીસ દ્બારા તેમના વિરૂદ્ધ આચરણ પ્રમાણપત્રમાં ગંભીર નોંધ કરવામાં આવશે. જેનો અર્થ થાય છે કે, બિહાર સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરનારાઓને સરકારી નોકરી નહીં મળે.

બિહાર પોલીસવડા એસકે સિંઘલ તરફથી જાહેર કરવામાં આવેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી કોન્ટ્રાક્ટ, સરકારી નોકરી, હથિયારોના લાઈસેન્સ અને પાસપોર્ટ માટે પોલીસનું સર્ટિફિકેટ હોવનું અનિવાર્ય છે. પરંતુ હવેથી જો કોઈ વ્યક્તિ રાજ્યમાં સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન અપરાધિક ઘટનાને અંજામ આપે અને એમ કરવા બદલ પોલીસ દ્વારા કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવે તો આ મામલે સંબંધિત વ્યક્તિના ચારિત્ય સત્યાપન એટલે કે જરૂરી સર્ટિફિકેટમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવશે.

- Advertisement -

બિહાર પોલીસના નવા ફરમાન પ્રમાણે જો કોઈ વ્યક્તિ કોઈ વિધિ વ્યવસ્થાની સ્થિતિ, વિરોધ પ્રદર્શન, રસ્તા જામ કરવા વગેરે કેસમાં શામેલ થઈને કોઈ પણ પ્રકારના અપરાધિક કૃત્યમાં શામેલ થાય અને તેને આ કામ માટે પોલીસ દ્વાર આરોપ પત્ર પાઠવવામાં આવે તો તે સંબંધે વ્યક્તિના ચારિત્ર સત્યાપન પ્રતિવેદનમાં વિશિષ્ઠ અને સ્પષ્ટ રૂપે વ્યાખ્યા કરવામાં આવે. આ વ્યક્તિએ ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

બીજી તરફ મધ્યપ્રદેશની સરકારે તમામ સરકારી કચેરીઓ માટે એવો આદેશ આપ્યો છે જે જાણીને ખુદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આશ્ર્ચર્યમાં પડી ગયા છે. સરકારે આદેશમાં કહ્યુ છે કે, તમામ સરકારી કચેરીઓમાં સફાઈ માટે ગૌ મૂત્રથી બનેલુ ફિનાઈલ જ વાપરવાનુ રહેશે.હવે કેમિકલયુક્ત ફિનાઈલથી સરકારી કચેરીઓની સફાઈ કરવામાં નહીં આવે.આ આદેશ રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

- Advertisement -

સરકારના આદેશની સોશિયલ મીડિયામાં ખાસી ચર્ચા થઈ રહી છે.કેટલાક લોકો તેની તરફેણ કરી રહ્યા છે તો કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આખરે આ પ્રકારનો આદેશ બહાર પાડવાની જરૂર શા માટે પડી, શું સરકાર પાસે તેના કરતા વધારે સારો કોઈ આઈડિયા નહોતો. જોકે સરકારના પશુપાલન મંત્રીએ આ નિર્ણયનો સ્વાગત કરતા કહ્યુ હતુ કે, આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે, ગૌ મૂત્ર ફિનાઈલની ફેક્ટરીઓ લગાવવા માટે લોકોને પ્રોત્સાહન મળશે.સામાન્ય રીતે પશુપાલકો ગાયો દૂધ આપવાનુ બંધ કરી દે તે પછી તેને રસ્તા પર છોડી દેતા હોય છે પણ આ નિર્ણયના કારણે ગૌ મૂત્રથી બનતા ફિનાઈલનુ પ્રોડક્શન વધારવા માટે આવી ગાયોને રસ્તા પર છોડતા પહેલા વિચાર કરશે અને ગાયોની સ્થિતિ વધારે બહેતર બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular