બાળકો હંમેશા ક્રિએટિવ હોય છે. બાળક જ્યાં રમી રહ્યું હોય અને જો ત્યાં શાંતિ હોય તો સમજી લેવું કે દાળમાં કંઇક કાળું છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દેખાય છે કે એક નાની બાળકી કેવી શાંતિથી પોતાની ક્રિએટીવીટી બતાવીને રમત કરી રહી છે અને આ શાંત વાતાવરણમાં પરિવારના સભ્યનું શું નુકસાન થઇ રહ્યું છે તે આ વિડીયો જોયા બાદ તમને સમજાશે અને હસવું પણ રોકી નહિ શકાય. તો સમજી લો કે બાળક શાંતિથી રમી રહ્યું છે ??….તો સમજો દાળમાં કંઇક કાળું છે…..(video credit – X)